બોટાદ-ધાંગધ્રા વચ્ચે ડેમુ ટ્રેન શરૂ થતા રાણપુર તેમજ બોટાદના લોકોને મુસાફરી માટે ખુબ ઉપયોગી થાય છે.પણ આ ટ્રેનના ઉપડવાના સમયમા ફેરફાર કરવા રાણપુર સરપંચે ડી.આર.એમ.ભાવનગર ખાતે રજુઆત કરી હતી.
બોટાદ-ધાંગધ્રા વચ્ચે ડેમુ ટ્રેનનો બોટાદ થી ઉપડવાનો સમય સાંજના ૪.૪૦ કલાકનો છે આ સમયને બદલી સાંજના ૬ થી ૬.૩૦ કલાકે બોટાદથી ઉપાડવામાં આવે તો બોટાદથી અપડાઉન કરતા નોકરીયાતો,વેપારી તેમજ આમ જનતા ને આ ટ્રેન ઉપયોગી બની શકે તેમ છે.જ્યારે આ ડેમુ ટ્રેન બોટાદથી એક ઉપડે તે પહેલા ભાવનગર થી સુરેન્દ્રનગર જતી ટ્રેન આવે છે અને તમામ પેસેન્જર તે ટ્રેન માં જતા રહે છે.અને અંતે બોટાદ થી સાંજે ૪.૪૦ કલાકે ઉપડતી ટ્રેન ખાલી જાય છે.અને આ ટ્રેન ગયા પછી છેક રાત્રે ૯ વાગ્યા સુધી સુરેન્દ્રનગર જવા માટે કોઈ લોકલ ટ્રેન ન હોવાથી મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છે. જો આ ડેમુ ટ્રેનને સાંજે ૬ થી ૬.૩૦ કલાકે બોટાદ થી ઉપાડવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો આનો ભરપુર લાભ લઈ શકે.ત્યારે રાણપુર ગ્રામપંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણીએ ભાવનગર ડી.આર.એમ.ને ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા માટે લેખીતમાં રજુઆત કરી હતી. બોટાદ-ધાંગધ્રા વચ્ચે ડેમુ ટ્રેન શરૂ થતા રાણપુર તથા આસપાસના અસંખ્ય મુસાફરોને તેનો સીધો લાભ મળ્યો છે.પરંતુ આ ટ્રેન ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવે તો મુસાફરોને વેઠવી પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે તેમ છે.જેથી આ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા માટે રાણપુર સરપંચે રજુઆત કરી છે.