પાલનપુર હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જતા એકનું મોત

652
gandhi1812018-2.jpg

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પાસેથી પસાર થતા પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે નંબર-૩૭ પર આગળ જતા ટ્રકની પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર ચાર પૈકી એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું  છે જયારે અન્ય ત્રણ ઈસમોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયેલ છે. 
અમીરગઢ હાઈવે પર થોડાક વિરામ બાદ અકસ્માત થવાનો સીલસીલો યથાવત રહેતા અકસ્માતોની વણઝારમાં ઈકબાલગઢ હાઈવે પર આવેલ પાણીની ટાંકી પાસે આગળ જતા ટ્રકની પાછળ કાર ઘુસી જતા એક ઈસમનુ પ્રાણ પંખેરુ ઉડી ગયેલ છે.  પ્રાપ્ત માહિતી મુજબ ગત સોમવારના સમી સાંજના પાલનપુરથી અગમ્ય કારણોસર આબુરોડ તરફ ગયેલ ચાર વ્યક્તિઓ પરત પાલનપુર જઈ રહ્યા હતા તે દરમિયાન ઈકબાલગઢ હાઈવે પર પાલનપુર તરફ જતા એક ટ્રકની પાછળ કાર ચાલકે સ્ટેયરીંગ પરનુ કાબુ ગુમાવતા ઘુસાડી દેતા  અકસ્માત સર્જાયો હતો. જેમાં અજીતસિહ ઉત્તમસિહ બોડાણા રહે. ખારાવાસ પાલનપુરવાળાનુ ઘટના સ્થળે પ્રાણ પંખેરૃ ઉડી ગયુ હતું. જયારે અન્ય ત્રણની હાલત ગંભીર જણાતા ૧૦૮ વાન દ્વારા તેઓને પાલનપુર ખાતે સારવાર માટે ખસેડાયેલ છે. અકસ્માતનો  ધડાકો થતા આસપાસના લોકો હાઈવે પર દોડી આવ્યા હતા. જાણના આધારે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે આવી મરણજનારની લાશનુ પંચનામુ કરી લાશને પી.એમ. માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.

Previous articleમેવડ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓનો માંગને લઈ હોબાળો
Next articleહજી અધ્યક્ષ રમણ વોરા અને ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર : સરકારમાં તો બધુ આવું જ હોય !!