જાફરાબાદ તેમજ રાજુલા વિસ્તારો ઔદ્યોગિક તાલુકાઓ તરીકે વિકસવા લાગ્યા છે. જેથી વિસ્તારનો વિકાસ અને લોકોને કામ ધંધો અને રોજીરોટી મળતી રહે પરંતુ આ ઔદ્યોગિકરણનાં કારણએ રોડ રસ્તા ઉફર જતાં લોકો અને વાહનો માટે જોખમ પણ ઉભું થતું જાય છે. જાફરાબાદ શહેરી વિસ્તારો તરફ કંપનીઓ રો-મટીરીયલ્સ તરીકે મોટા મોટા પથ્થરો મંગાવે છે અને આ પથ્થરો રાજુલા તરફથી અથવા વઢેરા રોડ ઉપરથી પસાર થાય છે. આ મહાકાય પથ્થરો ભરેલા ટ્રકો ઓવરલોડ તો ભરેલ હોય જ છે. સાથો સાથે ટ્રકોની પાછળની વાડો પણ બંધ કરાત નથી. જેથી પાછળ આવતા વાહનો કે મુસાફરોને આ રોડ ઉપર જીવનાં જોખમે અવર જવર કરવી પડે છે. જાફરાબાદ શહેરમાં રોડ શહેરમાં થઇને એટલે કે માછીમારીની સીઝનનાં લીધે બંને તરફ લોકો અને માચ્છીમારોની સતત અવર જવર રહે છે. ત્યારે આ લોડીંગ ભરેલા ટ્રકોમાંથી પડેલ પથ્થરથી કોઇ જાનહાનિ થયેલ તો નથી પરંતુ કોઇકનો જીવતો બચ્યો જ છે ? આવા પથ્થરો રસ્તામાં અચાનક સામે પડેલાં જોતાં ઘણાં વાહનો વાળાને કાબુ ગુમાવી એક્સીડન્ટો થયાના ંકેસો પણ બનેલ છે. તો તત્કાલ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહિં આવે તો જાફરાબાદ શહેરના લોકોના તંત્ર તરફનો વિશ્વાસ ઉઠી જશે અને કોઇ નિર્દોષના જીવનો ભોગ લેવાતા વાર નહિં લાગે.