આરટીઆઇ તળે માહિતી આપવામાં રાજુલા વીજ કંપનીનાં માહિતી અધિકારીનો ઉલાળીયો

787

રાજુલા તાલુકાના કથીવદર ગામના આરટીઆઇ કાર્યકર અમરાભાઇ વી. વાઘે, રાજુલા પી.જી.વી.સી. એલ. પાસે માહિતી અધિકારી એક્ટ ૨૦૦૫ મુજબ માહિતી માંગતા અધિકારી એ માહિતી પૂરી ન પાડતા અરજદારે પ્રથમ અપીલ દાખલ કરવાની ફરજ પાડતા અમરેલી મુકામે અરજી દાખલ કરેલ તા.૧૧-૦૩-૧૯ ના રોજ માહિતી અધિકાર ૨૦૦૫ના કાયદા મુજબ નિયત નમૂના ક.મા. માહિતી માંગતા. રાજુલા પીજીવીસીએલ ના કહેવાતા માહિતી અધિકારીએ પોતાની મનમાની કરી માહિતી કાયદાનો ઉલાળીયો કર્યો છે. તેથી અરજદારે અમરેલી વર્તુળ કચેરી પ્રથમ અપીલ દાખલ કરતાં તા.૦૯-૦૫-૧૯ના ૧૧ કલાકે વાદી તેમજ પ્રતિવાદીને અમરેલી પ્રથમ અપીલની રૂબરૂ સુનાવણી માટે અરજદાર અમરાભાઇ વાલેરા ભાઇ વાઘ કથીવદરને બાલાવાયા છે.

Previous articleતળાજા શારદા મંદિર સ્કુલનો વાર્ષિક ઉત્સવ
Next articleપાલીતાણાના દરબારગઢ ખાતે શિવકથાનો પ્રારંભ