પરશુરામજીની શોભાયાત્રાને સંસ્કૃત પાઠશાળાનાં છાત્રો પ્રસ્થાન કરાવશે

684

રાજુ ઉપાધ્યાય પ્રેરીત ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા આજે સાંજે ૪ કલાકે સરદારનગર સર્કલ ખાતેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરશે. આ યાત્રાને શહેરમાં કાર્યરત સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો પ્રસ્થાન કરાવશે. ઉપરાંત આ યાત્રામાં અનેક સંદેશાત્મક આકર્ષક ફ્લોટ, વિવિધ વેશભૂષા, વિવિધ કિર્તન મંડળો, યાત્રાને આકર્ષક બનાવશે. આ ઉપરાંત યાત્રામાં લગભગ ૧૦૦૦ બાઇક, ૮ ટ્રેકટર, ૪ ગાડા, ૪ ઘોડાગાડી, ૩ બગી અને ૫૦ જેટલી કાર રેલીમાં જોડાશે. યાત્રા સરદારનગર થી શરૂ થઇ ભરતનગર, રામમંત્ર મંદિર, સંસ્કાર મંડળ, આતાભાઇ ચોક, સેન્ટ્રલ સોલ્ટ, પરિમલ ચોક, સંત કંવરરામ ચોક, કાળાનાળા, ભીડભંજન, રૂપમચોક, રાજ્યગુરૂ ચોક, (હલુરીયાચોક) થઇ ક્રેસંટ સર્કલ ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે. આ યાત્રા દરમ્યાન વિવિધ સ્થળો પર વેપારીઓ, અગ્રણીઓ, સંસ્થાઓ, આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવેશે. આ યાત્રામાં લઇ સમગ્ર બ્રહ્મસમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રામાં ભાવેણાના દરેક ભૂદેવોને જોડાવા પરશુરામ યાત્રા સમિતિ દ્વારા  અનુરોધ કરાયો છે.

Previous articleહોટલ મધુવન વરતેજ પાસે જુગાર રમતા ચાર ઝડપાયા
Next articleબી.કોમ. સેમ.-૧ પરિણામમાં ક્ષતિઓ બાબતે એબીવીપી દ્વારા કુલપતિને આવેદન