બી.કોમ. સેમ.-૧ પરિણામમાં ક્ષતિઓ બાબતે એબીવીપી દ્વારા કુલપતિને આવેદન

763

બી.કોમ. સેમેસ્ટર – ૧ પરીક્ષા કે જે ત્રીજા ચરણમાં બારમાં મહિનામાં લેવામાં આવી હતી. જેનું પરિણામ સત્તાવાર તા.૨૮-૦૨-૧૯ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જે પરિણામ જાહેર થયા બાદ તા.૦૫-૦૩-૧૯ થી તા.૧૪-૦૩-૧૯ સુધી વિદ્યાર્થીઓને એટીકેટી ના પરીક્ષાફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પરીક્ષા ફોર્મ એ ઓનલાઇન સત્તાવાર જાહેર થયેલ પરિણામોના આધારે ભરી અને તારીખ ૨૬-૦૩-૧૯ થી એટીકેટીની પરીક્ષાઓ આપી જે તા.૦૪-૦૪-૧૯ ના રોજ પૂર્ણ થઇ ચૂકી છે. હાલ એટીકેટીની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તા.૨૧-૦૪-૧૯ ના રોજ યુનિવર્સિટી દ્વારા મુખ્ય પરિણામો એ પ્રિન્ટ થઇ કોલેજ પર આવતા તે વિદ્યાર્થીઓના પરિણામો એ ઓનલાઇન યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા પરિણામો કરતા અલગ જ અને મોટા માર્કસનો ફેરફાર તથા પાસ વિદ્યાથીઓ ફેઇલ થવા જેવી ખુબ જ ગંભીર ક્ષતિઓ ભરેલું છે.

આ પરિણામોમાં થયેલી ક્ષતિઓએ ખુબ જ ગંભીર બાબત છે. પરિણામ જેવી મહત્વપૂર્ણ બાબતમાં યુનિવર્સિટી એટલી મોટી બેદરકારીએ યુનિવર્સિટીનં તંત્ર પર વિદ્યાર્થીઓના યુનિવર્સિટી પરના વિશ્વાસ પર મોટી પ્રશ્નચિંહ્ન મુકે છે. હાલ સુધી જાહેર થયેલા પરિણામોમાં પણ આવી ક્ષતિઓ નહીં જ હોય તે બાબત પર યુનિવર્સિટીનાં સત્તાધીશોએ જવાબ દેવો રહ્યો.

ઉપરોક્ત બાબતમાં વિદ્યાર્થીઓ દ્વારા સત્તાવાર યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિણામોના આધારે જ પૂર્ણ પ્રક્રિયા કરી છે જેમાં લેશ માત્ર પણ વિદ્યાર્થીઓનો વાંક નથી. આ બાબતે તાત્કાલીક તપાસ કરી વિદ્યાર્થીઓને ન્યાય મળે તે મુજબ માસ પ્રમોશન કરવું. તથા યુનિવર્સિટીનાં તંત્રની આ બેદરકારી ભરી ભૂલ માટે જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે અને આ તમામ બાબત માટે વિદ્યાર્થીઓના હિતમાં ત્વરીત જ નિર્ણય કરવા એબીવીપી અને કોર્ટ સભ્ય દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

Previous articleપરશુરામજીની શોભાયાત્રાને સંસ્કૃત પાઠશાળાનાં છાત્રો પ્રસ્થાન કરાવશે
Next articleતળાજામાં તૂવેર ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પગલાંની માંગ