સ્ટાર કંગના રાણાવત રિતિક સાથે ફરીથી ટકરાવવા તૈયાર

771

બોલિવુડમાં બોલ્ડ અને સાહસી અભિનેત્રી તરીકે પોતાની છાપ ધરાવતી અભિનેત્રી કંગના રાણાવત ફરી એકવાર રિતિક રોશન સાથે બોક્સ ઓફિસ પર ટકરાવવા માટે તૈયાર છે. આશરે બે ત્રણ વર્ષ પહેલા બંનેના રિલેશનશિપને લઇને ભારે વિવાદ થયો હતો. ત્યારબાદ બંને સાથે કામ કરી રહ્યા નથી. તેમના સંબંઘો ખુબ ખરાબ થઇ ચુક્યા છે. કંગના રાણાવત અને રિતિક રોશન વચ્ચેના સંબંધને લઇને મામલો કોર્ટ અને પોલીસમાં પહોંચ્યો હતો. બંને ફિલ્મમાં સાથે ભલે કામ કરી રહ્યા નથ પરંતુ કંગના રાણાવત બોલિવુડ બોક્સ ઓફિસ પર રિતિક રોશન સાથે ટકરાવવા માટેની કોઇ તક છોડતી નથી. કંગના રાણાવત પોતાની ફિલ્મ મેન્ટલ હૈ ક્યાંમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં કંગના રાણાવત એક શાનદાર રોલમાં નજરે પડનાર છે. આ ફિલ્મ હવે રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ની સાથે રજૂ કરવામાં આવનાર છે.

પહેલા કંગના રાણાવતની ફિલ્મ ૨૧મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. જો કે હવે આ ફિલ્મની રજૂઆતની તારીખ બદલાઇ ગઇ છે. સુપર ૩૦ની રજૂઆત અંગેની તારીખની માહિતી મળ્યા બાદ કંગના રાણાવતે ફિલ્મની રજૂઆતની તારીખ બદલી નાંખી હતી.

હવે સુપર ૩૦ અને કંગનાની મેન્ટલ હે ક્યાં ફિલ્મ એક સાથે એટલે કે ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આનો અર્થ એ થયો કે આ ફિલ્મ એક સાથે ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. હાલમાં ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે. પરંતુ કંગના રાણાવત ફિલ્મને લઇને આશાવાદી છે. તેમની ફિલ્મ અભિનેતા  રિતિક રોશન સાથે ટકરાશે. ચાહકોમાં બંનેની ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા છે.

Previous articleસલમાનની ફિલ્મ મળતા  દિશા ટોપ સ્ટારમા
Next articleમોદી અને અમિત શાહનો ડ્રિમ પ્રોજેક્ટ પૂર્ણ થવાની તૈયારીમાં, ૮૦ ટકા કામ પૂર્ણ