વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ડ્રિમ પ્રોજેક્ટ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જી હાં! અમે વાત કરી રહ્યાં છીએ અમદાવાદમાં નિર્માણ પામતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની. અમદાબાદમાં બની રહેલા નવા મોટેરા સ્ટેડિયમનું કામ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે.
આ વર્ષના અંત સુધીમાં સમગ્ર સ્ટેડિયમ તૈયાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમિત શાહનો આ ડ્રિમ પ્રોજેક્ટ હતો. હાલમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જેમાં ૯૦,૦૦૦ દર્શકોને બેસવાની ક્ષમતા છે. પરંતુ જ્યારે મોટેરા સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે તો તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની જશે. તેમાં કુલ ૧ લાખ ૧૦ હજાર લોકોને બેસવાની ક્ષમતા છે. આ પહેલા જે જૂનુ મોટેરા સ્ટેડિયમ હતું તેમાં આશરે ૫૪ હજાર દર્શકો બેસી શકે તેવી વ્યવસ્થા હતા.
માર્ચ ૨૦૧૭માં ન્શ્ કંપની દ્વારા આ સ્ટેડિયમને બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ વર્ષના અંત સુધીમાં સમગ્ર સ્ટેડિયમ તૈયાર થઈ જશે. આ ક્રિકેટ સ્ટેડિયમ ૬૩ એકર જમીનમાં નિર્માણ પામી રહ્યું છે. હાલમાં ૮૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. માત્ર પિચ બનાવવાનું કામ બાકી છે.