હું હજુ ૨૧ વર્ષનો, મેચ્યોરિટી આવતાં વાર લાગશેઃ ઋષભ પંત

602

હાલમાં જ ભારતીય સિલેક્શન કમિટીએ આગામી વર્લ્ડ કપ માટે ટીમની ઘોષણા કરી હતી. પણ ટીમમાં યુવા બેટ્‌સમેન અને વિકેટકિપર ઋષભ પંતને જગ્યા ન મળતાં લોકો ચોંકી ગયા હતા. ટીમ સિલેક્શનના ૧૦ દિવસ બાદ ઋષભ પંતે આ મામલે પોતાની ચૂપ્પી તોડી પ્રતિક્રિયા આપી હતી.પંતે કહ્યું કે, ‘જ્યારે તમે સિલેક્ટ નથી થતાં, ત્યારે ખૂબ જ ખરાબ લાગે છે. મને હવે તેની ટેવ પડી ગઈ છે. પણ એક પ્રોફેશનલ ખેલાડીને આ પ્રકારની સ્થિતિઓનો સામનો કરતાં આવડવું જોઈએ. ટીમ સિલેક્શન કમિટીના ચેરમેને એમએસકે પ્રસાદે આ મામલે પંતની મેચ્યોરિટી પર સવાલ ઉઠાવ્યા હતા. અને કહ્યું હતું કે, ‘તે મેચ ખતમ નથી કરી શકતો. જેના જવાબમાં પંતે કહ્યું કે, હું કોઈ પણ ટીકાને સકારાત્મક રીતે લઉ છું. મેચ પુર્ણ કરવી મહત્વપુર્ણ છે, અને તે માટે સતત હું શીખી રહ્યો છું. તમે ફક્ત તમારા અનુભવો અને ખામીઓમાંથી જ શીખો છો.’ સાથે પંતે કહ્યું કે, વસ્તુઓ એક રાતમાં જ નથી બદલાતી. હું ફક્ત ૨૧ વર્ષનો છું.

અને એ ખૂબ જ મુશ્કેલ છે કે, હું ૩૦ વર્ષની વ્યક્તિ તરીકે વિચારી શકું.

Previous articleવર્લ્ડ કપ પહેલા ખરાબ સમાચાર, વેસ્ટ ઇન્ડીઝના આ ‘મહાન ખેલાડી’નું નિધન!
Next articleઆફ્રિકાને લાગ્યો ઝટકો, ઈજાને કારણે આ ફાસ્ટ બોલર થયો બહાર