ડમ્પિંગ સાઇટના શ્રમજીવીઓને પગરખાંનું વિતરણ કરાયું

536

ગાંધીનગર શહેર વસાહત મહામંડળ તથા અરૂણોદય સેવાકાર્ય ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની ડમ્પિંગ સાઇટ ઉપર કામ કરતા અને સરકારી કર્મચારી નથી તેવા શ્રમજીવીઓ અને કચરો વીણીને ગુજરાન ચલાવતા ૧૫૦ જેટલા શ્રમજીવીઓને ચરણ સેવા નવા પગરખાંનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર રીટાબેન પટેલ, વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચ, શશીકાન્ત મોઢા, પ્રદીપ સોલંકી, સુધીર દેસાઇ, સીતારામ પટેલ, ચંદુજી ઠાકોર, જીલુભા ધાંધલ, કાનજીભાઇ રબારી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઆફ્રિકાને લાગ્યો ઝટકો, ઈજાને કારણે આ ફાસ્ટ બોલર થયો બહાર
Next articleઘ-૪ સર્કલે પુસ્તક પરબનો કાર્યક્રમ યોજાયો