ઘ-૪ સર્કલે પુસ્તક પરબનો કાર્યક્રમ યોજાયો

537

માતૃભાષા અભિયાન અને આત્મન ફાઉન્ડેશનના સહયોગથી દર માસના પ્રથમ રવિવારે નગરના ઘ-૪ સર્કલ ખાતે પુસ્તક પરબનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

જેમાં વાંચકોને પસંદ હોય તે પુસ્તક મફતમાં વાંચવા લઇ જાય અને વાંચકે વાંચી લીધેલા પુસ્તકને મુકી જવાનો નિયમ બનાવ્યો છે. પુસ્તક પરબે નગરના વાંચકોમાં અનેરૂ આકર્ષણ વધાર્યું છે. પુસ્તક પરબમાં કુલ ૪૪૯ પુસ્તકો, ૩૯૨ સામાયીકોની આવક થઇ છે. જ્યારે ૨૦૨ પુસ્તકો અને ૧૫૭ સામાયિકોને વાંચકો વાંચવા લઇ ગયા છે.

Previous articleડમ્પિંગ સાઇટના શ્રમજીવીઓને પગરખાંનું વિતરણ કરાયું
Next articleપટણાને બદલે પાટણ : દ્ગઈઈ્‌ના વિદ્યાર્થીઓને ૧૬૦૦ કિમી દૂર આવવું પડ્‌યું