પટણાને બદલે પાટણ : દ્ગઈઈ્‌ના વિદ્યાર્થીઓને ૧૬૦૦ કિમી દૂર આવવું પડ્‌યું

651

નીટની પરીક્ષામાં ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પટણાની જગ્યાએ પાટણની પસંદગી કરતા આટલી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બિહારનાં પટણાનાં અનેક વિદ્યાર્થીઓને એક ભૂલને કારણે બિહારનાં પટણાથી ગુજરાતનાં પાટણ સુધી ૧૬૦૦ કિમી દૂર આવીને નીટની પરીક્ષા આપવાની ફરજ પડી છે. નીટની પરીક્ષામાં ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પટણાની જગ્યાએ પાટણની પસંદગી કરતા આટલી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ અત્યારે ૧૦થી વધુ વિદ્યાર્થીઓ પાટણ આવીને રોકાયા છે. હજી વધુ વિદ્યાર્થીઓ આવે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે આ પહેલા પણ નીટની પરીક્ષા સમયે પટણાના વિદ્યાર્થીઓની ભૂલને કારણે પરીક્ષા આપવા માટે પાટણ આવવું પડ્‌યું હતું.

આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમણે સાઈબર કાફેમાંથી નીટની પરીક્ષાનું ફોર્મ ભરાવ્યું હતું. તે સમયે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પરીક્ષા સેન્ટરની પસંદગીના ઓપરેશનમાં બિહારના પટણાના બદલે ભૂલથી પાટણ સિલેક્ટ કરી દેતા રાજ્યમાં આગામી ૫ મે ના રોજ યોજાનાર નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓનાં નંબર પાટણ આર્ટસ કોલેજ ખાતે આવતા પટનાથી ૧૬૩૦ કિ.મી. દૂર પરીક્ષા આપવા માટે આવવું પડયું છે.

ફોર્મ ભરવામાં કોમ્પ્યુટર વાળાએ ભૂલથી પટનાને બદલે પાટણ સિલેક્ટ કરી દીધું હતું. મારે પરીક્ષાની રિસીપ્ટ આવી ત્યારે મને જાણ થઈ કે આ પટના નહીં પણ ૧૬૩૦ કિમી દૂર પરીક્ષા સેન્ટર આવ્યું છે. અમે હેલ્પલાઈન પર પણ ઘણાં જ ફોન કર્યા. પરંતુ કોઈ જવાબ ના મળતા અંતે ભવિષ્યનો સવાલ હોઈ અમે આટલી દૂર પરીક્ષા આપવા આવવું પડ્‌યું છે.

Previous articleઘ-૪ સર્કલે પુસ્તક પરબનો કાર્યક્રમ યોજાયો
Next articleહરસોલી ગામની કેનાલ નજીક ઢાળમાં ટ્રેક્ટર પલટી જતાં બે વ્યકિતનાં મોત