સોમવારે ગુમ થયેલા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીની મળી લાશ

1517

સાબરકાંઠના હિમતનગર તાલુકના માનપુર ગામમાં આજે મંગળવારે સવારે એક બાળકની લાશ મળી હતી. સાબરકાંઠાના હિમતનગર તાલુકમાં આવેલા ગામમાં બાળકની લાશ મળી આવી હતી. સોમવારે ગુમ થયેલા બાળકની આજે મંગળવારે વહેલી સવારે ઝાડીઓમાં પડેલી લાશ મળી આવી હતી. સુત્રોના જણાવ્યા મૃતક બાળક છઠ્ઠા ધોરણમાં ભણતો હતો.

મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠના હિમતનગર તાલુકના માનપુર ગામમાં આજે મંગળવારે સવારે એક બાળકની લાશ મળી હતી. આ બાળક સોમવારે ગુમ થયો હતો જોકે, તેની રોડની બાજુમાં ઝાડીઓમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતહાલતમાં મળી આવતા લોકોના ટોળા એકઠાં થયા હતા. અને આ અંગે પોલીસને પણ જાણકરવામાં આવી હતી. બાળકના મોત બાદ અનેક તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા હતા. પોલીસે આ અંગે ઘટના સ્થળે જઇ વધુ તપાસ હાથધરી હતી.

Previous articleછાશના ભાવમાં લીટરે રૂપિયા ૨નો વધારો
Next articleકર્ણાટક : પુત્રની હારનો ભય રહેતા બુથોથી રિપોર્ટની માંગ