આજે ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાતભરના સમસ્ત બારોટ સમાજના ઉત્કર્ષ અને વિકાસના માધ્યમે રાજ્ય સરકાર દ્વારા બારોટ સમાજને લાભો મળવા બાબતે અધિક સચિવ કે.જી. વણઝારાને ગુજરાત સૌરાષ્ટ્રના બારોટ સમાજના આગેવાનો જેમાં વંશાવલી રાષ્ટ્રીય સંસ્થા ગુજરાત રાજ્યના પ્રમુખ શંભુજી રાવ (બારોટ) અમરૂભાઈ બારોટ રાજુલા, કનકભાઈ બારોટ રાજકોટ, બારોટ સમાજ સોશ્યલ ગ્રુપ પ્રમુખ તેમજ રાજકોટ બારોટ સમાજ પ્રમુખ વશરામભાઈ તેમજ ખ્યાતનામ ગુલાબદાન બારોટ, ગુજરાતભરમાં સેવાકિય પ્રવૃત્તિ કરતું ચંદબરદાઈ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સંદેવભાઈ સોઢા દ્વારા પ્રથમ આવેદનપત્ર કે.જી. વણઝારા, નિયામક ઝાલાને વંશાવલી સંસ્થાના જેન્તીભાઈ બારોટ અને શંભુજી બારોટ સાથે રહી આવેદનપત્રો વાસણભાઈ આહિર સુધી પહોંચાડાયા. આ બાબતે ઉત્તર ગુજરાતમાં તા.૧૧-ર-ર૦૧૮ના રોજ ત્રણ રાજ્યના બારોટ સમાજનું સંમેલન મળશે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના બારોટનો મહાસાગર છલકાશે તેમજ બીજી બાજુ સંમેલન રાજકોટ ખાતે તડામાર તૈયારીઓ થઈ રહી છે.