બંગાળની રાજનીતિમાં હાલમાં જયશ્રી રામની ગુંજ વધારે જોવા મળી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ભાજપ પ્રમુખ અમિત શાહે પણ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર વળતા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જયશ્રી રામ બોલવાથી તેમને કોઇ રોકી શકે તેમ નથી. તેમણે કહ્યુ હતુ કે બંગાળ સરકાર ગમને તે કલમ લગાવી શકે છે પરંતુ તેમને જયશ્રી રામ બોલવાથી રોકી શકશે નહી. પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે. કારણ કે બંગાળમાં આ વખતે મોદી અને શાહે તમામ તાકાત લગાવી દીધી છે. જયશ્રી રામના મુદ્દા પર મોદી અને મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે હવે શાહ પણ કુદી ગયા છે. શો મંચ પરથી અનેક વખત જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
અમિત શાહે કહ્યુ હતુ કે જો ભારતમાં રહીને જય શ્રી રામના નારા લગાવીશુ નહીં તો શુ પાકિસ્તાનમાં જને નારા લગાવીશુ. શ્રી રામ અમારા અરાધ્ય દેવ છે અને અમે તેમના નારા ચોક્કસપણે લગાવીશુ. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યુ હતુ કે ઘુસણખોરોને વીણી વીણીને દેશની બહાર કરવામાં આવનાર છે. ભાજપ અધ્યક્ષે પ્રહાર કરતા કહ્યુ હતુ કે જ્યારે અમે નાગરિકતા બિલને લઇને આવ્યા હતા ત્યારે તમામ વિરોધ પક્ષો એક થઇ ગયા હતા.ઘુસણખોરો દેશને બરબાદ કરી રહ્યા છે.
શાહે કહ્યુ હતુ કે બંગાળમાં લોકસભાની ૨૩ સીટો મોદીના ખાતામાં આવી ગયા બાદ મમતા દીદીને પહેલાથી જ મુક્તિ મળી જશે. ભાજપની સરકાર આવ્યા બાદ સૌથી પહેલા નાગરિક સુધારા બિલ લાવવામાં આવનાર છે. અમે કોણ ઘુસણખોરને છોડીશુ નહીં. લોકશાહીની સ્થાપના કરવા અને મમતા દીદીથી રાજયને મુક્તિ અપાવવા માટેની આ ચૂંટણી છે. જેથી લોકો મોટા પાયે મતદાન કરે તે જરૂરી છે.અમિત શાહે મમતા બેનર્જી પર એક પછી એક મુદ્દા પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ભાંગી પડી છે. અમિત શાહે કહ્યુ હતુ કે હવે દીદી કહે છે કે તેઓ મોદીને વડાપ્રધાન તરીકે ગણતા નથી. તેમની વાતથી લાગે છે કે મમતાને બંધારણમાં પણ વિશ્વાસ નથી. બંધારણ કહે છે કે દેશના લોકો જે વ્યક્તિને ચૂંટી કાઢે છે તે વડાપ્રધાન હોય છે. મમતા બેનર્જી માને કે ન માને આનાથી કોઇ ફરક ભારતીય જનતા પાર્ટીના કોઇ લોકો અને દેશના સામાન્ય લોકોને પડતો નથી. બંગાળમાં અમિત શાહ ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે મોદીએ કહ્યુ હતુ કે રાજીવના સમય પર બોફોર્સ મામલો થયો ત્યારે કોંગ્રેસને જુની વાતો યાદ આવી છે. રાહુલ કહે છે કે તેમના પિતાનુ અપમાન કરવામા ંઆવી રહ્યુ છે. વાસ્તવિકતા માટે યાદ અપાવી ત્યારે ગાંધી પરિવારના લોકો નારાજ દેખાઇ રહ્યા છે. અમિત શાહે પ્રચાર દરમિયાન તમામ સળગતા મુદ્દા ઉઠાવ્યા હતા.