કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને દુર્યોધન ગણાવીને કહ્યું કે,તેમણે મારા શહિદ પિતાનું અપમાન કર્યુ છે.પ્રિયંકા ગાંધીએ મચ પરથી નીચે ઉતરીને લોકો સાથે મુલાકાત પણ કરી હતી. પ્રિયંકા ગાંધીએ આજે હરિયાણાનાં અંબાલા જિલ્લામાં જનસભાને સંબોધિત કરી હતી.
પ્રિયંકા ગાંધીએ જનસભાનો સંબોધિત કરતા મહાભારતનો એક પ્રસંગ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે અભિમાન તો દુર્યોધનનું પણ તૂટી ગયું હતું, તો પીએમ મોદી શું ચીજ છે.દેશે અહંકારને ક્યારેય માફ કર્યો નથી. આવો જ અહંકાર દુર્યોધનમાં પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે તેમને પણ દુર્યોધને બંધક બનાવવાની કોશીશ કરી હતી. આ દરમયાન પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રકવિ દિનકરની કવિતાઓ પણ સંભળાવી હતી. પ્રિયંકા ગાંધીએ દિનકરની પંક્તિઓ ટાંકીને જણાંવ્યું હતું કે,જબ નાશ મનુજ પર છાતા હૈ,પહેલા વિવેક મર જાતા હૈ. આવું જ પીએમ મોદી સાથે પણ થયું છે. મોદીનો વિવેક મરી પરવારી ગયો છે.તેથી જ તેઓ આવી રીતે બેફામ નિવેદનબાજી કરે છે. મારા પરિવાર વિરૂદ્ધ ઝેર ઓકી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ જણાંવ્યું કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯ કોઇ એક પરિવાર માટે નથી થતું. પરંતું પીએમ મોદીએ મારા શહિદ પિતાનું અપમાન કર્યુ છે.
તેમની પર આપવામાં આવેલું નિવેદન ક્યારેય સહન કરવામાં નહિં આવે.તેમણે કાંઇ પણ બોલવું હોય,સમજી-વિચારીને બોલવું જોઇએ,આખરે તેઓ એક પીએમ છે. આવા નિવેદન તેમને શોભતા નથી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે,ચૂંટણી પ્રચાર કરતી વખતે ભાજપનાં નેતાઓ એવું ક્યારેય કહેતા નથી કે તેમણે જે વાયદા કર્યા હતા તે પુર્ણ કર્યા છે કે નહિં. ક્યારેક શહિદોનાં નામે વોટ માગે છે. તો ક્યારેક શહિદ સદસ્યોનું અપમાન કરે છે. આવું કરવાનો હક તેમને કોણે આપ્યો.