ઇન્ડીયન એરફોર્સના પુર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીક પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. રીટાયર્ડ ફ્લાઇટ એન્જીનીયર સાર્જન્ટ અનીલ કુમાર ઇન્ડીયન એરફોર્સમાં સાડા સત્તર વર્ષ ફરજ બજાવી ચુક્યા છે અને આ દરમ્યાન તેમણે ૧૨૦૦ કલાકની ઉડાન ભરી હતી. જેમાંથી ૭૦૦ કલાકની ઉડાન શ્રીલંકાની હતી.
કોંગ્રેસમાં જોડાયા બાદ અનિલ કુમારે કહ્યુ કે, આજે મને કોંગ્રેસમાં જોડાવાનો હર્ષ અને આનંદ છે. મેં ૧૭ વર્ષ છ મહિના એરફોર્સમાં નોકરી કરી ૧૯૭૫માં મેં એરફોર્સ જોઈન કર્યું. ત્યારે ગુજરાત માંથી બે જણા હતા જગુઆર તે સમયે લેટેસ્ટ એરક્રાફ્ટ હતા. જેનું મેનિફેક્ચરિંગ એચએએલમાં થયુ છે. એચએએલ સક્ષમ નથી એવું કહેવું યોગ્ય નથી એચએએલ પર આજે પણ ભરોસો છે.
આજે દેશની સરકારી કંપનીઓ નબળી પડી રહી છે. દેશની સમસ્યાઓ પર કોઈ ધ્યાન નથી આપ્યું સર્જીકલ સ્ટ્રાઈક પહેલા પણ ઓપરેશન થતા હતા.