સુર્યાસ્તે ગ્રામ્ય પનિહારીઓ….

685

રાજ્યમાં આજે જ્યારે પાણીની વિકટ સ્થિતિ છે ત્યારે ગામડાંના લોકો દુર દુર પાણી માટે જતા હોય તેમ બીજી તરફ આ તસ્વીર આપણને આપણી ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિ તરફ લઇ જાય છે. ગ્રામ્ય જીવનની સ્ત્રીઓ સાંજના પાણીના બેડા ભરીને ઘર તરફ જઇ રહી હોય છે. એમાંય સુરજદેવ જાણે પોતે ઘડામાં સાથે આવતા હોય અને જીવનમાં વિકટ સ્થિતિ વચ્ચે ટકી રહેવા જણાવતા હોયને પોતાનું નિયમિત કામ સમયસર કરવાનું સૂચન આપતા હોય એવું સુંદર દ્રશ્ય ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કર્યું છે. આપણે લોકો જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીનો બચાવ કરતા નથી તેના માટે વૃક્ષારોપણ કરતા નથી પણ કાપી નાખીએ ચેકડેમ પણ બનાવતા નથી. તળાવો કે નદીઓ આપણે સારી રાખતા નથી. પાણી દરિયામાં વહી જાય. તો પછી પાણી લાવવું ક્યાંથી..??

Previous articleઆઈપીએસ અધિકારી દ્વારા ઈન્ટરનલ માર્ક અંગે ફરિયાદ
Next articleગીરના ૮ સિંહોને યુપીના ઝૂમાં મોકલાશે