મુસ્લિમ સમાજનાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે મુસ્લિમ વિસ્તારોમાં આવેલી મસ્જીદો પાસે ગંદકી અને કચરાનાં ઢગલાં જામ્યા છે. જેની વારંવાર રજુઆતો કરવા છતાં સફાઇ કરવામાં આવતી ન હોય. મસ્જીદે જનારા લોકોમાં નારાજગી ફેલાવા પામી છે. સાથો સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ વધવા પામ્યો છે. જેનાથી છુટકારો મેળવવા માંગ કરવામાં આવી છે.
હાલમાં રમઝાન માસ શરૂ થયો હોય જેથી મુસ્લિમ સમુદાય ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા રહેતા હોય અને ધાર્મિકતા જળવાઇ રહે તે માટે મસ્જીદો, દરગાહ સહિત ધાર્મિક સ્થળો પાસે સાફ સફાઇ કરાવવી જરૂર હોય ત્યારે મહુવા ખાતે શહેરના જાણીતા એવા ભાદ્રોડ ગેટ વિસ્તાર કે જ્યાં મુસ્લિમ સમાજનો બહોળી સંખ્યામાં વસવાટ હોય આ વિસ્તારમાં મસ્જીદો, દરગાહ, કબ્રસ્તાન આવેલા છે. ત્યારે રમઝાન માસ પૂર્વે વિસ્તારનાં રહીશો દ્વારા ન.પા.સેનીટેશન વિભાગમાં મસ્જીદો આસપાસ સફાઇ કરાવવા લેખીત, મૌખિક રજુઆતો કરવામાં આવેલ પરંતુ તંત્ર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવેલ નહી.
આજથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો હોય ભોદ્રોડ ગેટ નજીક આવેલી મસ્જીદોની આસપાસ ગંદકી તેમજ કચરાના ઢગલાં યથાવત હોય ત્યાં જીવજંતુ તેમજ ઢોર રપણ રખડતા હોય. મુસ્લિમ બિરાદરોને નમાજ તેમજ બંદગી કરવા મસ્જીદે જવા પારાવાર મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે. રોગચાળાની દહેશત સાથે ઢોરનાં ત્રાસથી આવવા જવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી હોય. રોગચાળો ફેલાય તે પૂર્વે અને આખલા યુદ્ધમાં કોઇને ઇજા કે જાનહાની થાય તે પૂર્વે મુસ્લિમ સોસાયટી, સુન્ની જમાત કબ્રસ્તાન, જાફરી સ્કુલ રોડ, બરફનાં કારખાના તેમજ મદીના મસ્જીદ સહિતના વિસ્તારોમાં મહુવા ન.પા. દ્વારા તાત્કાલિક સફાઇ કરાવાય તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે.