તા.૦૭-૦૫-૧૯ના રોજ કલા, સંસ્કાર અને સંસ્કૃતિની નગરી અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવતા ભાવનગરનો ૨૯૭ મો સ્થાપના દિવસ છે. દેશને સૌપ્રથમ રજવાડું અર્પણ કરનાર ભાવનગરનાં ૨૯૭ માં સ્થાપના દિવસની સંવેદના સભર ઉજવણી કે. કે. અંધ ઉદ્યોગ શાળા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડા.મહિપાલસિંહ ડી.ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.