રાજુલા શહેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય પરશુરામ જયંતિ ઉજવવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજના ભાઇઓ અને બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રા લુહાર સુથાર બોર્ડીંગથી નીકળી હતી મુખ્ય મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો જોડાયા હતા. સાથે ૮ બટુકોને જનોઇ આપવામાં આવી હતી સાથે બ્રહ્મચોર્યાસી પણ યોજાઇ હતી. આ તકે નીતિનભાઇ જાની, કનકભાઇ જાની, પ્રવિણભાઇ ત્રિવેદી, સચિન જોસી, દુષ્યંત ભટ્ટ, દિલીપભાઇ જોશી, ભાનુદાદા રાજગોર, રાજુભાઇ માઢક સહિતના બ્રહ્મસમાજના લોકો જોડાયા હતા.