૨૧ જુન આં.રા. યોગ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યવાહી કરાશે

1304
bvn1352017-7.jpg

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ ૨૧ જુન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવેલ છે. તેના અનુસંધાને ભારત સરકારે સમગ્ર રાષ્ટ્રમાં આ દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામોમાં અને શહેરોમાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય કરેલ છે
આ ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા યોગ દિવસની ઉજવણી માટે કેટલાંક મુદ્દાને ધ્યાને લઈને ઉજવણી કરવાનું ઠરાવેલ છે. દરેક તાલુકા મથકે બે કેન્દ્રો પર આયોજન કરવું, દરેક જિલ્લાના મુખ્ય મથકે પાંચ કેન્દ્રો પર આયોજન કરવું દરેક નગરપાલિકામાં બે કેન્દ્રો પર આયોજન કરવુ? દરેક મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ દીઠ એક કેન્દ્ર પર આયોજન કરવુ. ખાનગી માધ્યમિક ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કોલેજો, યુનિવર્સિટી, પોલીટેકનીક કોલેજો, આઈ. ટી. આઈ. કેન્દ્રો, જીઆઈડીસી એસ્ટેટ કારખાનાઓ અન્ય એસ્ટેટ ઉપર તાલીમની વ્યવસ્થા ઊભી કરવાની રહેશે. જાહેર મેદાન કે બગીચાઓમાં પણ તાલીમની વ્યવસ્થા કરી શકાશે. વિશ્વ યોગ દિનની  ઉજવણીના કાર્યક્રમમાં વિશાળ પાયે જનતા ઉમળકાભેર ભાગ લે તે માટે સ્થાનિક લોકભાગીદારી, સ્વૈચ્છિક/ વ્યવસાયિક  સંસ્થાઓ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ,લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, ટીચર્સ, ડોક્ટર્સ અને વકીલ એસોસીશનનો સંપર્ક કરાશે. વિધાર્થીઓ માટે શાળા અને કોલેજ સ્તરે એન. સી. સી. અને એન. એસ. એસ. મારફતે તથા નહેરૂ યુવા કેન્દ્ર અને વિવેકાનંદ મંડળના સભ્યોનો સમાવેશ કરી આયોજન કરાશે. આર્ટ ઓફ લીવીંગ, બ્રહ્માકુમારી, પતંજલી યોગ સમિતિ, સ્વાધ્યાય પરિવાર, દાદા ભગવાન, આર. એસ. એસ. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા,રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાઓની  સ્થાનિક શાખાઓના સહયોગથી આ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર થાય તેવું આયોજન કરાશે. તા. ૦૭થી ૧૩ જુન ૨૦૧૭ દરમ્યાન વિધાર્થીઓ તેમજ જાહેર જનતા માટે નક્કી કરેલા સ્થળોએ યોગાભ્યાસનું આયોજન કરાશે. 
આયુષ દ્વારા પ્રસારીત કરવામાં આવેલ કોમન યોગા પ્રોટોકોલનું પુસ્તક અને વીડીયોની સીડીની માર્ગદર્શિકા પ્રમાણે તમામ સ્તરે તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. યોગ નિદર્શનમાં ભાગ લેતા નાગરિકો માટે ડ્રેસ કોડ તરીક સફેદ અથવા હળવા રંગના વસ્ત્રો સામાન્ય રીતે ઉપયોગમાં લેવાશે ? જિલ્લા તથા તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં દિવ્યાંગ વ્યક્તિઓ પણ ભાગ લે તેવું આયોજન કરાશે. 

Previous articleસુત્રાપાડા સેવા સદનનું મંત્રીના હસ્તે લોકાર્પણ
Next articleતળાજાના બોરડા ગામે ર૧ ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો