દર્દી મંગુબેન મગનભાઇ બારૈયા (કોળી-ઉ.વ.૫૨), રહેવાસી નવા રતનપર, ભાવનગર, તા.૩૧-૦૫-૧૯ (સવારે ૮ વાગ્યે) પોતાની વાડીમાં કામ કરતા હતા ત્યારે સાપ કરડતા તેઓ બેભાન થઇ ગયા હતા તેઓને તાત્કાલિક ડા. રાણા સર્જીકલ હોસ્પીટલમાં સારવારમાં લાવેલ હતા તથા તેઓની તબિયત ખુબ જ ગંભીર પ્રકારની હતી અને તેઓનું હ્ય્દય બંધ થઇ જતા મગજમાં ઓક્સીજન ન મળથા તેઓ બેભાન થઇ ગયા હતા તેઓની ઘનિષ્ઠ સારવાર બાદ પણ તબિયતમાં સુધારો થયો ન હતો અને ત્યારબાદ વધુ સારવાર મોટ તા.૦૬-૦૫-૧૯ (સાંજે ૪ વાગે) સર.ટી.હોસ્પીટલમાં લાવેલ ત્યાં તા.૦૭-૦૫-૧૯ ના સવારે ૧૦ વાગે ડા.રાજેન્દ્ર કાબરીયા (ન્યૂરો સર્જન) એ તપાસીને બ્રેઇન ડેડ જાહેર કરેલા હતા. ત્યારબાદ દર્દીના પતિ મગનભાઇ અને પુત્ર મનસુખભાઇને દર્દીના અંગોનું દાન (અવયવ દાન) વિશે સમજાવતા તેઓ આ પ્રકારના સામાજિક ઉમદા કાર્ય માટે સંમતિ આપી હતી. ત્યારબાદ તા.૦૭-૦૫-૧૯ના સાંજે ૫ વાગે અમદાવાદ કિડની હોસ્પીટલ થી ડા.પ્રાંજલ મોદીની ટીમ દ્વારા દર્દીની બંને કીડની અને લિવરનું દાન લીધેલ હતું. આ રીતે તેઓ ત્રણ દર્દીને નવું જીવન આપશે. આ ભાવનગરનું ૬૧ મું અંગદાન છે.