આજરોજ તા.૦૭-૦૫-૧૯ ના અમરેલી એસઓજી પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગીરધરવાવ વિસ્તારની બાતમી રાહે હકિકત મળેલ કે લવ ટેકરીની પાછળના ભાગે એક ઇસમ પોતાની પાસે પિસ્ટલ હથિયાર રાખેલ છે. તેવી ચોક્કસ બાતમી મળતા બાતમીમાં વર્ણન વાળા ઇસમ રૂસ્તમ હબીબભાઇ પઠાણને પીસ્ટલ સાથે પકડી પાડી આર્મસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી સાવરકુંડલા પો.સ્ટે.ને સોંપી આપેલ છે.