રાજ્ય સરકારની કચેરીઓમાં આજે જાહેર રજા હોવા છતાં ભાવનગરની આરટીઓ કચેરીમાં કચેરીને લગતા કાગળો સળગાવી દેવામાં આવતા કચેરીના સ્ટાફની આ કામગીરી ચર્ચાસ્પદ બની હતી. રાજ્ય સરકાર હસ્તકની કચેરીઓમાં આજે પરશુરામ જયંતિની જાહેર રજા હોવાછતાં ભાવનગરની આરટીઓ કચેરીના તમામ ગેઇટ બંધ કરી દેવામાં આવ્યા બાદ કચેરીના સ્ટાફ દ્વારા કચેરીને લગતાં કાગળ સળગાવવામાં આવ્યા હતા. ઝાડ પાસે કાગળો સળગાવવમાં આવતા ઝાડને પણ ઝાળ લાગી હતી. કાગળ સળગાવવા અંગે આરટીઓ કચેરીના અધિકારી જે.જે.ચુડાસમાને પૂજથાં તેમણે કચેરીના જુના કાગળો હોવાનું અને પંચરોજકામ કર્યા બાદ તેનો નાશ કરવામાં આવ્યો હોવાનું લોકસંસારને જણાવ્યું હતું. જાહેર રજાના દિવસે આરટીઓ કચેરી દ્વારા કાગળ સળગાવી દેવાની કામગીરીએ લોકોમાં ચર્ચા જગાવી હતી.