ગારિયાધારમાંથી ચોરીનાં ૯ બાઇક, ૧ ટેમ્પા સાથે શખ્સને ઝડપી લેેતી એલસીબી

821

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગારીયાઘાર  ગ્રામ્ય વિસ્તાનરમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા તથા રાજપાલસિંહ સરવૈયાને સયુકત હકિકત મળેલ કે, બેલા રોડ મફતનગરમાં રહેતા જીતુ ઉર્ફે ભતીયો પોતાના જુના ઘરે ચોરાઉ વાહનોને કબાડી બજારમાં વેચવા જવાની તૈયારી કરે છે .જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા જીતુ ઉર્ફે ભતીયો ભીમાભાઇ વાઘેલા દેવી પુજક ઉવ.૨૨ રહે. બેલા રોડ નવાગામ ગારીયાઘાર જી.ભાવનગર વાળાને પકડી તેની પસેથી નિચે જણાવ્યા મુજબના વાહનો ૯(નવ) મો.સા. તથા એક પીકઅપ ટેમ્પો મળી કુલ કિ.રૂ ૩,૭૫,૦૦૦/- નો મુદામાલ સીઆરપીસી ૧૦૨  મુજબ શકપડતી મિલકત ગણી કબ્જે કરેલ અને આગળની કાર્યવાહી માટે ગારીયાઘાર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ઝાલા,રાજપાલસિહ સરવૈયા, શકિતસિહ ગોહિલ  વિગેરે સ્ટાફનાં જોડાયા હતાં.

Previous articleભેરાઇ રોડ પર બે બાઇકનો અકસ્માત : બંનેને ઇજા
Next articleસાવરકુંડલામાંથી પીસ્ટલ સાથે એક ઇસમ ઝડપાયો