સમસ્ત બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રુપ સિહોર આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ છઠ્ઠી શોભાયાત્રા અને બ્રહ્મચોર્યાસી નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સવારે ૮ થી ૮ :૩૦ પૂજન વિધિ ૦૮ઃ૪૫ ,નિયત સમયે થી ખારાકુવા ચોક ખાતેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરી હતી જે સિહોરના રાજમાર્ગો પર ભગવાન બગી મા બિરાજમાન થઈ નગર ચર્ચાએ નીકળ્યાં હતા જેના દર્શનનો લાભ લેવા સિહોર નગરજનો ઉમટી પડેલ ત્યારે લાઇબ્રેરી મોટા ચોક, આંબેડકર ચોક ,મેઈનબજાર,સ્ટેશન રોડ વડલા ચોક, પેટ્રોલ પંપ પાસે અને બંધન પાર્ટી પ્લોટ સુધી વિવિધ સંગઠનો વિવિધ સંસ્થાઓ ગ્રુપો તથા રાજકીય પક્ષો દ્વારા ભગવાન શ્રી નું સ્વાગત કરી શરબત તથા ઠંડાપાણી અને છાશ સહિત વિતરણ કરી ભૂદેવો ને અસહ્ય ગરમી માં ઠંડક પ્રસરાવી સહભાગી બન્યા હતા સાથે સાથે આ શોભાયાત્રાના મુખ્ય આકર્ષણો જેવા કે કળશધારી કન્યાઓ,વિપ્રવર્યો ના મંત્રોચ્ચાર, રાસ ગરબા,પ્રેરક ફ્લોટ્સ,વેશભૂષા, હનુમાનજી-શિવજીના વેશ સાથે નૃત્યો ગગનભેદી જયજય કાર , ગોલ્ડ મેડાલીસ્ટ જીત ત્રિવેદી કે જેઓ આખે પાટા બાંધી ગાડી ચલાવે છે તેણે પણ શોભાયાત્રા માં પોતાના કરતબ બતાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે આ શોભાયાત્રા નિયત રૂટ સાથે નિયત સ્થળે એટલે કે બંધન પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી ત્યાં મહાઆરતી સાથે બંધનપાર્ટી પ્લોટ ખાતે આ યાત્રા ધર્મસભા ના સ્વરૂપમાં ફેરવાઇ હતી બ્રહ્મનાદ સાથે સમાજના વિવિધ મહાનુભાવોના સન્માન યોજાયા હતા ત્યારે બ્રહ્મસમાજના અગ્રણી અજયભાઇ શુકલ દ્વારા ભગવાન પરશુરામજી ના મંદિર બનાવવાની જાહેરાત કરી હતી અને તેનો સંપૂર્ણ ખર્ચ પોતે આપશે તેવી જાહેરાત થતાંજ જયજય પરશુરામ ના નાદ સાથે તાળીઓના ગડગડાટથી બંધનપાર્ટી પ્લોટ ગૂંજી ઉઠ્યો હતો ત્યારે દીપકભાઈ પાઠક દ્વારા સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ કરવાનું જણાવેલ બાદ અધ્યક્ષ એવા કનુદાદાએ તમામ ભૂદેવો ને આવી એકતા રાખી અખંડતા બનાવવા નું જણાવેલ ત્યારે યુવાપરશુરામ ગ્રુપના પ્રમુખ દીપકભાઈ જાની દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરેલ આ કાર્યક્રમમાં સમસ્ત સૌરાષ્ટ્ર ક્ચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ તથા તેની ટીમ, જાણીતાં સિંગર જયકર ભોજક ,નગરપાલિકા પ્રમુખ દીપતીબેન, સહિત નામી અનામી સમાજના વડીલો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.