જૂનમાં વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં આવે તેવી પ્રબળ વકી

515

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વધતા જતા ફુગાવાના દબાણ વચ્ચે જુન મહિનામાં વ્યાજદરમાં વધુ એક વખત ઘટાડો કરી શકે છે. ફિઝકલ ડેફિસિટની સ્થિતિને ધ્યાનમાં લઈને કેટલાક નવા પગલાં પણ લેવામાં આવી શકે છે. તમામ લોકો જાણે છે કે આરબીઆઈ દ્વારા આર્થિક વિકાસમાં તેજી લાવવાના ઈરાદા સાથે ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરી દીધો છે. વૈશ્વિક મોનિટરી પોલિસી પગલા માટેની આગાહી અંગે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા ૨૦૨૦ના મધ્ય સુધી તેની નાણાકીય નીતિ સમીક્ષામાં કઠોર વલણ અપનાવવામાં આવશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક અને વૈશ્વિક ગ્રોથમાં ગતિ ધીમી રહી છે. સાથે સાથે ભારતમાં ફુગાવો પણ ઘટ્યો છે. આરબીઆઈના ફુગાવાના ટાર્ગેટને લઈને પણ સીધી ચર્ચા જોવા મળી રહી છે. આરબીઆઈ દ્વારા જૂન મહિનામાં વ્યાજદરમાં વધુ એક વખત ઘટાડો કરવામાં આવી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોનિટરી પોલિસી દ્વારા હાલમાં જ કેટલાક પગલાં લેવામાં આવી ચુક્યા છે. તેના ભાગરૂપે ધિરાણના દરોને હળવા કરવામાં આવ્યા છે. સાથે સાથે ચુંટણીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન ધિરાણના દરોને વધુ હળવા કરવામાં આવી શકે છે. મેક્સિકો, ભારત, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં સેન્ટ્રલ બેંકો દ્વારા એકતરફી વલણ અપનાવવામાં આવ્યું છે. યુએસ ફેડરલ રિઝર્વ અને બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા પણ સાવચેતીનું વલણ અપનાવવામાં આવ્યું છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે હાલમાં જ નવા લાંબા ગાળાની લોન બેંકોને આપી દીધી છે. જેનાથી પણ કેટલાક સંકેતો મળી રહ્યા છે. જો વ્યાજદર ઘટશે તો લોન વધારે સસ્તી બની શકે છે.

Previous article૭૯ વર્ષથી ઇલેક્ટ્રિસિટી વગર જીવી રહ્યા છે નિવૃત્ત પ્રોફેસર
Next articleસેંસેક્સ વધુ ૪૮૮ પોઈન્ટ ગગડીને બંધ