એક તરફ પાણીની તંગી તો બીજી તરફ વેડફાટ : હજારો લીટર પાણી વેડફાયું

595

બામરોલી અને સીધાંડા વચ્ચે બામરોલી-વારાહીની પાણીની પાઇપ લાઇન રિપેરિંગ માટે ખોલતા પાણીના ફુવારા ઉડવા હતા અને જેના કારણે હાજરો લીટર પાણીનો આ ઉનાળાના કપરા સમયમાં વેડફાટ થયો હતો. પાણી મામલે લોકોમાં રોષઃ ગુજરાતમાં જ્યારે ઠેર ઠેર પીવાના પાણીની બૂમરાણ છે ત્યારે આ રીતે હજારો લીટર બેદરકારીને કારણે વેડફાટ થતાં લોકો ફિટકાર અને રોષ ઠાલવી રહ્યા છે. એક તરફ લોકો ને અંતરિયાળ ગામડાઓમાં પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું અને બીજી તરફ આ રીતે હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્ર ની બેદરકારી સામે આવી છે.

જ્યારે મુખ્યમંત્રી પાણી બચાવોના ગાણા ગાઈ રહ્યા છે તો બીજી તરફ આ રીતે પાણીનો વેડફાટ થતાં લોકો સરકારી તંત્રની સામે જ રોષ ઠાલવી રહ્યા છે.

Previous articleઉનાળું વાવેતર વિસ્તારમાં ધરખમ ઘટાડો,૩૫ હજારના બદલે ફક્ત ૨૬ હજાર હેક્ટરમાં વાવેતર કરાયું
Next articleઅક્ષય તૃતિયા જિલ્લાના વાહનોની ધૂમ ખરીદી