અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી હટાવવા ધાનાણી સહિત ૧૦ કોંગી સ્ન્છ વિધાનસભા અધ્યક્ષને મળ્યા

909

ગુજરાત વિધાનસભામાં અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસે રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો આજે વિધાનસભા અધ્યક્ષને મળીને પબુભા માણેકના ધારાસભ્ય પદને પણ રદ કરવા માટે રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મામલે ઉગ્ર રજૂઆત કરવા માટે વિધાનસભા પહોંચ્યા હતા.

કોંગ્રેસ એપ્લિકેશન કરીઃ વિધાનસભા અધ્યક્ષની મુલાકાત બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસમાં એપ્લિકેશન પબુભા માણેક અને અલ્પેશ ઠાકોર અંગે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે અમારી રજૂઆતના અંતે વિધાનસભા અધ્યક્ષએ સ્પષ્ટતા કરી હતી કે, પબુભાના મામલે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ તેમના પગાર ભથ્થા તેમજ ધારાસભ્ય તરીકે મળતા તમામ લાભો હોદ્દા અને હક્કો અટકાવાના આદેશ કરવામાં આવ્યા હોવાનું મૌખિકમાં જણાવ્યું હતું.

પબુભા સામેની કાર્યવાહીની લેખિત માગ કરીઃ કોંગ્રેસે આ કાર્યવાહી ની લેખિત ઓર્ડર કોપીની માંગ કરી હતી પરંતુ અધ્યક્ષે તે નહીં આપ્યા હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ભગા બારડ અને ઉપેન્દ્ર ખાંટ મામલે પણ અધ્યક્ષ સમક્ષ વિવિધ પુરાવા રજૂ કરી તાત્કાલિક નિર્ણય કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં પબુભા માણેકના કેસમાં વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસ સાથે પક્ષપાતી વલણ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને પબુભા માણેકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય અધ્યક્ષ કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

અલ્પેશ સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહીની માગઃ અલ્પેશ ઠાકોર વિશેના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી જીત્યા છે. એટલું જ નહીં લોકસભાની ચૂંટણીમાં પણ તેમને હરીફ ઉમેદવારને જીતાડવા માટેના પ્રયાસો કર્યા હતા. એટલે અલ્પેશ ઠાકોર વિરોધ પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને તેમનું ધારાસભ્ય રદ કરવામાં આવે અને તેની સુનાવણી તાત્કાલિક અધ્યક્ષે કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.

કામગીરીથી મીડિયાને દૂર રાખવાના પ્રયાસોઃ સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ પણ પબુભાને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે મુદ્દે અનેક આક્ષેપ વિપક્ષો દ્વારા થઇ રહ્યા છે. ત્યારે સમગ્ર કામગીરીથી મીડિયાને દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે, જે રીતે ભગવાન ભાઈ બારડનું ધારાસભ્ય પદ રજાના દિવસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ભાજપ દ્વારા આ સમગ્ર મામલે ઉતાવળ કરવામાં આવી હતી. તેવી રીતે જ ભૂપેન્દ્ર ખાંટના કિસ્સામાં પણ ભાજપે મીડિયાની સામેથી બોલાવીને જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. તો પછી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો હોવા છતાં પણ પબુભા માણેક ને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં કેમ આવ્યા નથી તેનો હિસાબ અધ્યક્ષ પાસે માંગવામાં આવ્યો હતો.

અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી હતી. ૨૫ એપ્રિલે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી હતી. અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી.

પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ૧૦ એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠા ના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો.

Previous articleJEE એન્ટ્રન્સની માર્કશીટમાં ૭ દિવસમાં એક જ વિદ્યાર્થીનું અલગ-અલગ પરિણામ દર્શાવાયું
Next articleએક સાથે ૨૦૦ લોકોને ફૂડપોઇઝિંગની અસર થતાં ગામમાં અફડાતફડીનો માહોલ