મોદી-શાહને રાહત : પગલાની માંગ કરતી અરજીને ફગાવાઈ

459

સુપ્રિમ કોર્ટે કોંગ્રેસના સાંસદ સુસ્મિતા દેવની એ અરજી પર આજે કોઈ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી. દેવે પોતાની અરજીમાં કોર્ટથ વડાપ્રધાન મોદી અને અમિત શાહના ઉશ્કેરણીજનક ભાષણને લઈને ચુંટણી પંચને યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ચુંટણી પંચ મોદી અને શાહને ક્લિનચિટ આપી ચુક્યું છે અને કોર્ટ તેમાં કોઈ દરમિયાનગીરી કરવા માટે ઈચ્છુક નથી. કોર્ટે કહ્યું હતું કે અરજીમાં ચુંટણી પંચને કોંગ્રેસ પાર્ટીની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવા માટેની રજુઆત કરવામાં આવી હતી. આને લઈને ચુંટણી પંચે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી હતી. આખરે મોદી અને શાહની સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીને આજે ફગાવી દીધી હતી.

કોંગ્રેસના સાંસદની અરજી પર સુપ્રિમ કોર્ટે આજે કેસને બંધ કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે તેઓ મોદી અને અમિત શાહને આપવામાં આવેલા ક્લિનચટને પડકાર ફેંકીને અરજી કરવા ઈચ્છુક છે તો જુદી જુદી અરજીઓ કરી શકે છે. સુસ્મિતા દેવે પોતાની અરજીમાં કહ્યું હતું કે મોદી અને અમિત શાહે હેટ સ્પીચ આપી છે. આચારસંહિતાની સામે જઈને સુરક્ષા દળોના નામનો ઉલ્લેખ કર્યો હતો. આજે સુપ્રિમ કોર્ટે કેસને બંધ કરી દેતા આને લઈને કોંગ્રેસને ફટકો પડ્યો છે. ચુંટણી પંચ તરફથી આજે મોદીને ફરી રાહત મળી હતી. પંચે કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં પ્રાથમિક રીતે કોઈપણ પ્રકારના આચારસંહિતા ભંગની બાબત દેખાતી નથી. પંચે મોદી તરફથી રજુઆત પણ કરવામાં આવી હતી. ચુંટણી પંચ સમક્ષ મોદી સામે અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી. દર વખતે તેમને પંચ તરફથી ક્લિનચિટ મળી હતી. વિરોધ પક્ષોએ મોદીને સતત ક્લિનચિટ મળવાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. આ વધુ એક ક્લિનચિટ મળતા વિરોધ પક્ષોને મુદ્દો મળી ગયો છે. મોદીની સામે તેમના નિવેદન પર કોંગ્રેસ એટલ આક્રમક દેખાઈ રહ નથી. રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી કહેવાને લઈને કોંગ્રેસે મોદી પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. આ પહેલા ગુજરાતના પાટણમાં ૨૧મી એપ્રિલના દિવસે આપવામાં આવેલા ભાષણ પર વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. જિલ્લા ચુંટણી અધિકારી અને રાજ્યમાં મુખ્ય ચુંટણી અધિકારના રિપોર્ટ પર પંચને મોદીના ભાષણમાં કોઈ ખામી દેખાઈ ન હતી.

Previous articleપાકિસ્તાનના લાહોરમાં સૂફી દરગાહ પાસે બ્લાસ્ટઃ ૯ લોકોનાં મોત,૨૬ ઘાયલ
Next articleચોકીદાર ચોર હૈ’ નિવેદન પર રાહુલે સુપ્રીમની બિનશરતી માફી માંગી