રાજુલા નજીક ભેરાઇ રોડ પર ગત મોડી રાત્રીએ બે બાઇક સામ સામે અથડાતા માર્કેટ યાર્ડ ના ડીરેકટર દુલાભાઇના પુત્ર આહીર યુવાન મનોજનું ભાવનગર દવાખાને જતા રસ્તામાં મોત સમસ્ત આહીર સમાજ સ્તબ્ધ ચારે બાજુ હાહાકાર બેફામ વાહન ચલાવવાનું ભયંકર પરિણામ એક હજી સારવાર હેઠળ છે. રાજુલા નજીક ભેરાઇ રોડ પર ગત મોડી રાત્રીએ રાજુલા માર્કેટ યાર્ડના ડીરેકટર આહીર દુલાભાઇ વાવડીયાના પુત્ર મનોજભાઇ (ઉ.વ.૨૨) જે તેના ગામ ભેરાઇ જતા પેટ્રોલ પંપ પાસે સામેથી મોટર સાયકલ બેફામ રીતે આવી ધડાકાભેર અથડાતા મનોજ અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર હાલતે રોડ પર પટકાયા જેમાં વધારે ગંભીર મનોજભાઇ જેને માથઆના ભાગે અને મોઢાના ભાગ જેવંું ભયંકર એક્સીડન્ટ થતા ત્યારે તરફડીયા મારતા તમામ ઘાયલો ને ૧૦૮ દ્વારા પ્રથમ મહુવા અને મનોજભાઇ આહીરને વધુ સારવાર માટે ભાવનગર જતા રસ્તામાં તળાજા પાસે પહોંચતા કમકમાટી ભર્યું મોત થતા સમસ્ત આહીર સમાજ સ્તબ્ધ અને આખા પંથકમાં અરેરાટી ભર્યો માહોલ સર્જાયો મનોજભાઇનું પી.એમ. કરવા રાજુલા પરત લાવેલ આ બાબતે બારોટ કોળી, દરબારો, અને આહીર સમાજના આગેવાનો ઘટના સ્થળે તેમજ હોસ્પીટલે પહોંચ્યા હતા જેમા હજી ગંભીર રીતે ઘાયલ ૨ વ્યક્તિઓ સારવાર હેઠળ છે. તેમજ પોલીસ કાર્યવાહી હાથ ધરી આવા ધૂમ સ્ટાઇલથી વાહન ચલાવનારાઓ પર કડક હાથે કામ લેવા એસ.પી. નિર્લિપ્તરાય દ્વારા આદેશ કરાયા છે.