રાઇટ ટુ ેએજ્યુકેશન એક્ડ અંતર્ગત શહેરની કેટલીક શાળાઓ ધ્વારા એડમીશન અંગેનીકાર્યવાહી કરવામાં ન આવતા વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ દેખાવો કર્યા હતા.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતરગ્ત શહેર અને જિલ્લાની નવ જેટલી લઘુમતી શાળાઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવેલ હોય. આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતાં રોષે ભરાયેલા વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારી કેચરીએ એક્ઠા થયા હતા અને દેખાવો કર્યા હતા,. રોષે ભરાયેલા વાલીઓને કચેરી સમક્ષ સુત્રોચ્ચાર કર્યા હતા. અને કચેરીમાં ધસી જઇ રોષ વ્યક્ત કર્યો હતોત્.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમજી દેખાવો કરનાર વાલીઓના બાદમાં પોલીસે અટકાયત કરી હતી. અધિકારીેઓએ ત્રણ શાળાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને આરડીઇ પ્રવેશ મામલે ચર્ચા કરી હોવાનું અધિકારી મહેશભાઇ એ જણાવ્યું હતું.