રાજુલામાં ભૂગર્ભ ગટરના ૪૦ કરોડ પાણીમાં જતા લોકોમાં ભભૂકતો રોષ

678

શહેરમાં ત્રણ વર્ષ પહેલા ભૂગર્ભ ગટર ૩૫ કરોડના ખર્ચે થઇ હતી. પરંતુ આ યોજના સંપૂર્ણ નિષ્ફળ ગઇ હોય તે આજે રાજુલા શહેરમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો જોવા મળે છે અને ૩૫ કરોડ વાળી ગટરમાં હજી સુધી કોઇ જોડાણ થયા નથી. આ ગટર માત્ર કાગળ ઉપર જ થઇ હોય તેવો આક્ષેપ નગરપાલિકાના સદસ્ય કનુભાઇ ધાખડાએ કર્યો છે. વધુમાં કનુભાઇ ધાખડા એ જણાવ્યું હતું કે આ ગટર શહેરમાં એક પણ પાઇપો હજી જોડવામાં આવ્યા નથી અને પીવાનું પાણી આવે છે તે પણ ગટરોમાં ભળી જાય છે. અને હાલ શહેરમાં જે પાણી આવે છે તે ભયંકર ખરાબ આવે છે. જ્યારે હાલ આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર એ પગલાં લેવા જોઇએ. હાલ શહેરમાં સ્ટેટ નાયબ કાર્યપાલક ઇજનેર અધિકારી ઘર બાજુમાં પાસે ખુલ્લી ગટર વહેતી જોવા મળે છે. ગટર બાજુમાં હોવા છતાં ભયંકર દુર્ગંધ મારતું હોવાથી કહેવાય છે કે આ અધિકારી બે ત્રણ માસથી અન્ય ભાડાના મકાનમાં રહેવા ગયા હોવાથી આ મકાનને તાળું મારેલું જોવા મળે છે અને શ્રીજીનગર ગોકુલનગરમાં ખુલ્લી ગટર ભયંકર છેલ્લા ત્રણ વર્ષથી વહેતી છે અને લત્તાવાસીઓએ નગરપાલિકા ઘેરાવ કર્યો હતો તેમજ નગર નિયામક અને કલેકટરને કક્ષાએ રજુઆતો કરી છતાં પરિણામ કોઇ આવતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગટર બાજુમાં જ નાયબ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી રહેશે બંને રજુઆતો કરી થાકી ગયા છે. મકાનો વેચવા છે પણ ગટરને કારણે કોઇ ઘરાક થતું નથી. તેમજ રાજુલા શહેરમાં આવેલી પ્રખ્યાત બોયઝ સ્કુલના બે દરવાજા છે જેવા ડુંગરાથી ઉતરતા રોડનો દરવાજો બંધ કરવાની ફરજ પડી છે. અહીં ૧૫મી ઓગષ્ટ રાષ્ટ્રીય તહેવારમાં તાલુકાનું વહિવટી તંત્ર તમામ અધિકારીઓ આ શાળામાં હોય છે છતાં આ ગટર રીપેરીંગ કરવાનું બતાવતું નથી અમે ભૂલકાઓ આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. હોરો વાલીઓનો આક્ષેપ છે. રાજુલા શહેરમાં ખુલ્લી ગટરોને કારણે દિવસે દિવસે આરોગ્ય સાથે ચેડા થતા હોવાથી દર્દીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. રાજુલામાં એસી ફ્રીજ કરતા ફિલ્ટર મશીનનો વધારો બે જ મહિના ચાલે છે ડોળા પાણીને કારણે ખરાબ થઇ જાય છે. બીજી તરફ ગરીબ માણસો ના ઘરે ચોખ્ખું પાણી મળતા બિમાર ફેલાય છે. રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઇ જોશીએ જણાવ્યું હતું કે ખરેખર જો ગટરોની પાઇપ લાઇન નખાઇ ગઇ હોય તો ઘરે ઘરે જોડી દેવી જોઇએ.શા માટે ત્રણ વર્ષ થયા છતાં હજી  ગટર જોડવામાં આવી નથી. તેની તપાસ થવી જોઇએ. ચિરાગભાઇ જોશીએ જણાવ્યું હતું કે ઘનશ્યામભાઇ મશરૂએ જણાવ્યું હતું કે ૩૫ કરોડ સરકારી ભૂગર્ભ ગટર સરકારે વાપર્યા છતાં આજે રાજુલામાં ઠેર ઠેર ખુલ્લી ગટરો જોવા મળે છે. સરકારના પૈસા પાણીમાં પડી ગયા હોય તેવો ઘાટ જોવા મળે છે. સામાજિક કાર્યકર દેવજીભાઇ બાંભણીયા એ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન માટે લાખો રૂપિયાની ગ્રાંટ આપે છે પરંતુ આવી ખુલ્લી ગટરો માટે કોઇ નગરપાલિકાએ વ્યવસ્થા કરવી જોઇએ. નિવૃત્ત નગરપાલિકાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે નગરપાલિકા આવા સરકાર દ્વારા સફાઇ અભિયાન માટે અને ટ્રેકટર ટોલી સફાઇ મશીન સાધનો ફાળવવામાં આવ્યા છે. રસ્તા ગટરો પણ સફાઇ કરતા નથી. તેની પણ તપાસ થવી જોઇએ. રાજુલા શહેર ખોડીયાર માતાજીના મંદિર બાજુમાં રહેતા સલીમભાઇ ઇલેકટ્રીક વાળાએ જણાવ્યું હતું કે આ ગંદકીના કારણે અમારા વિસ્તારમાં અનેક દર્દીઓ તાવના ભરડામાં પીડાય છે. મારા પરિવારના એક સભ્યને પણ ભાવનગર દવાખાને લઇ જવાની ફરજ પડી હતી. તે પણ ગંદકીના કારણે જ બિમાર પડ્યા હતા. આમ ખુલ્લી ગટરો માટે સરકાર જિલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર નગરપાલિકા ટીમ જે ખુલ્લી ગટરો નાયબ મામલતદારના ઘર પાસે શ્રીજીનગર, ગોકુળ હાઇસ્કુલની બાજુમાં સરકારી ગેસ્ટ હાઉસ બાજુમાં તમામ ગટરો આ ગટરો રીપેરીંગ કરાવે અને ૩૫ કરોડના ખર્ચે થયેલી ભૂગર્ભ ગટરોના કનેકશન જોડાવાની કામગીરી જિલ્લા કલેકટર અને નગર નિયામક અને નગરપાલિકાના વહિવટ કરતા આ કામગીરી હાથ ધરાવે તેવી લાગણી અને માગણી રાજુલાની આમ જનતામાંથી ઉઠવા પામી છે.

Previous articleદામનગર ન.પા.પૂર્વ પ્રમુખની ગેરરિતી અંગે શહેરીજનો દ્વારા આવેદન પાઠવાયું
Next articleનવીદિલ્હી ખાતે ડીઝીટલ વિલેજ કાર્યશાળા માટે ઇશ્વરીયાના ઋત્વિજ પંડિતને નિમંત્રણ