શિહોર સેવાસદનનાં બિલ્ડીંગના ં બેઝમેન્ટ માટે કઢાતી માટીનાં કરાયેલા ઢગલાંથી લોકો ત્રસ્ત

983

શિહોર ખાતે નગરપાલિકા નું નગર સેવા સદન નું નવું બિલ્ડીંગ આકાર લઇ રહ્યું છે ત્યારે આ બિલ્ડિંગ માટે બેઝમેન્ટ બનાવવું અનિવાર્ય હતું માટે ખૂબ ઊંડાણ થી માટી કાઢી અને બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે નવું બિલ્ડીંગ આકાર લઇ રહ્યું છે ત્યારે આ બિલ્ડિંગ ના બેઝમેન્ટ માટે ખોદાયેલ મસમોટા ખાડાઓ કરવામાટે ખોદવામાં આવેલી જમીન ની બિનજરૂરી માટી હાલ આ નવા આકાર પામી રહેલ બિલ્ડિંગની સામે ખડકલો કરી દેવામાં આવ્યો છે ત્યારે આ માટી ખૂબ મોટી માત્રામાં પડી હોય જે છેલ્લા ઘણા મહિનાઓથી પડી છે છતાં કોઈ ધ્યાને લેવામાં આવતું નથી આ માટી થી હાઈવે તથા અંતરીયાળ સોસાયટી,નજીક ના કોમ્પલેક્ષ ના દુકાનદારો ને ભારી પવનને કારણે આ બિનજરૂરી ધૂળ ઉક્‌ને આંખે વળગે છે પોતાના ધંધા રોજગાર ના સ્થળે દુકાનનો માલ સામાન ની સાથે-સાથે ધૂળથી ભરાઈ જાય છે હાલ ધૂળનો કોઈ નિકાલ નથી થતો આ ધૂળ અત્યારે રાહદારીઓ વાહન ચાલકો દુકાનદારો તથા નગરજનો ની આંખો માં શરીર પર દુકાન પર ખાવાની ચીજ વસ્તુઓ પર ઉડે છે નાના બાળકોને પણ નુકસાન કરે છે ત્યારે આ ધૂળ નગરપાલિકા વહેલી તકે ઉપડાવી લે અથવા તો કોન્ટ્રાક્ટરને કહી આ ધૂળ નો નિકાલ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો તથા દુકાનદારો ની ઉગ્ર માંગ છે.

ચીફ ઓફિસર બરાળે જણાવેલ કે વહેલી તકે દૂર કરાશે

હા કોન્ટ્રાક્ટ દ્વારા આ માટી નગરપાલિકા ને સોપી દીધેલ છે અને હાલ આચારસંહિતા ના કારણે પડીછે આ માટી અન્યત્ર ખસેડવામાં આવશે જેની જાહેરાત આપી વહેલી તકે દૂર કરવામાં આવશે

સૂત્રો પાસેથી જાણવા મળેલ છે કે આ માટી ઉપાડવાનો કોન્ટ્રાક્ટ અપાય ગયોછે અને આ માટી ૧ ફેરા ના ૧૮૦ ભાવ પાલિકા ચૂકવવાનીછે અને આ માટી ગુંદાળા પાણીનો ટાકો બનાવ્યો છે ત્યાં પુરાણ કરવા નાખવાનીછે ત્યારે ચિફિસર હજી આચારસંહિતા ની વાતો કરી ભાવો મગાવાની વાત કરેછે.

કોન્ટ્રાક્ટર નરેશભાઈ મેવાડાએ જણાવેલ કે, મારી જવાબદારી મેં પૂર્ણ કરીછે પાલિકાને માટી આપવાની હતી અને મને કહ્યું ત્યાં મેં માટી મુકી છે.

Previous articleનવીદિલ્હી ખાતે ડીઝીટલ વિલેજ કાર્યશાળા માટે ઇશ્વરીયાના ઋત્વિજ પંડિતને નિમંત્રણ
Next articleસુંદરાવાસ બંગલા પાછળ સોની યુવાનની હત્યા