ભાવનગર જિલ્લા પ્લાસ્ટીક પાટી જોબવર્ક એસોસિએશનની વાર્ષિક જનરલ મીટીંગ મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
શહેરના પાનવાડી ચોક નજીક આવેલ સંસ્કાર હોલ ખાતે મળેલી મીટીંગમાં ભરતભાઇ જોગદીયા, મોહનભાઇ સુમરા, ગમનભાઇ રાઠોડ, રમેશભાઇ, જેઠાભાઇ ભોજ, જેઠાભાઇ સોલંકી સહિતના એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
આ મીટીંગમાં ભાવ વધારો, પાનઘટ લેવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મીટીંગમાં એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.