ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી એંડ્રયૂ ફ્લિન્ટોફનું કહેવું છે કે જોફ્રા આર્ચરનો કોઈપણ કિંમત પર વિશ્વ કપ માટે ૧૫ સભ્યોની ટીમમાં સમાવેશ કરવો જોઈએ. આર્ચરને આ વિશ્વ કપ માટે પસંદ કરાયેલી પ્રારંભિક ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેણે હાલમાં પોતાના દેશ માટે બે મેચોમાં ત્રણ વિકેટ ઝડપી અને સતત ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી હતી. ફ્લિન્ટોફે જણાવ્યું, ’તેણે ટીમમાં હોવું જોઈએ.’ હું તેના માટે કોને ટીમની બહાર કરીશ? ગમે તેને તે એક શાનદાર ખેલાડી છે. આર્ચરે પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ માટે પોતાની પ્રથમ ટી૨૦ મેચ રમી અને ૨૯ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ફ્લિન્ટોફે કહ્યું, તે અવિશ્વસનીય છે. હું તેને એક દિવસ બોલિંગ કરતા જોતો હતો અને મને આશ્ચર્ય થયું કે આટલી સરળતાથી આટલી ઝડપી બોલિંગ કેમ કરી શકે છે.
તેમણે કહ્યું કે, આર્ચરને ઈંગ્લેન્ડમાં સામેલ કરવાથી ટીમની એકતા પર કોઈ પ્રભાવ પડશે નહીં. ફ્લિન્ટોફે આર્ચરની સ્થિતિની તુલના ૨૦૦૫ની એશિઝ સાથે કરી જ્યારે કેવિન પીટરસનને ગ્રાહમ થોપના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.