પ્રેમીએ છરીનાં ઘા મારી પ્રેમિકાની હત્યા કરતા ખળભળાટ, ૨ની ધરપકડ

2360

બાવળામાં એક ચકચાર મચાવતો કિસ્સો બન્યો હતો જેમાં એક યુવાન તેની પ્રેમિકાને જાહેરમાં જ છરીનાં ઘા મારીને ફરાર થઇ ગયો હતો. જે બાદ યુવતીને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી પરંતુ તેની હાલત નાજુક હોવાને કારણે યુવતીને વી. એસ. હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલામાં ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક યુવક ફરાર છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે બાવળામાં કેતન વાઘેલા નામનાં યુવાને તેની પ્રેમિકાને જાહેર બજારમાં છરીના ઘા મારી હત્યા કરી છે. યુવક હુમલો કર્યા બાદ હાથમાં છરી લઈ ભાગતો હતો ત્યારે એક મોબાઇલનાં વીડિયોમાં કેદ થયો છે. યુવતીને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બાવળાનાં બજારમાં યુવાન પોતાના બે મિત્રો સાથે બાઇક પર બેસીને આવ્યો હતો. યુવાને યુવતીને તેની સાથે આવવા કહ્યું પરંતુ યુવતીએ ના પાડતાં યુવાને જાહેરમાં જ છરીથી તેને રહેંસી નાંખી લોહીલુહાણ કરી નાંખી હતી. મૃતક યુવતીના પરિવારજનો એ ત્રણેય આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતીના ૨૬મેના રોજ લગ્ન થવાના હતા. તેથી તે તેની બહેનો સાથે બજારમાં ખરીદી કરવા ગઇ હતી.

Previous articleનવી નંબર પ્લેટ લગાવી પરત ફરતા યુવાનને કાળ ભરખી ગયો
Next articleમારા પાપાને મારીને અહીં દાટ્યા છે દીકરીએ બહેનપણીને કહેતાં જ હત્યાનો ભેદ ખુલ્યો