ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે.ત્યારે કોઈ અઘટીત ઘટના ન બને તેની તકેદારીનાં પગલે ગાંધીનગર નર્મદા કેનાલ પર પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે પરિણામ જહેર થતાંજ સ્વાભાવિક છે કે કેટલાક વિદ્યાર્થીઓનું સારૂ પરિણામ આવ્યું તો કેટલાક લોકોને પરિણામ બાદ નિરાશાનો સામનો કરવાનો આવ્યો હતો. આ સમયે પોલીસની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સામે આવી છે. પરિણામને લઈને નર્મદા કેનાલ પર પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર નર્મદા કેનાલ પર પોલીસ અને કાર્યકરો ગોઠવાયા છે. પોલીસ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓનો પહેરો ગોઠવાયો છે. હતાશ વિદ્યાર્થી આપઘાત ન કરે તેને લઈને વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા નર્મદા કેનાલ ઉપર પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ ચાપતો પહેરો ગોઠવી દીધો હતો. પરિણામથી હતાશ થઈને કોઈ વિદ્યાર્થી આત્મહત્યા ન કરે તે માટે ગોઠવાયો બંદોબસ્ત. પોલીસ દ્વારા ચલાવવામાં આવતી જીવન આસ્થા અને રાધે રાધે ગ્રુપ દ્વારા ગાંધીનગરમાંથી પસાર થતી નર્મદા કેનાલની આસપાસ રાખવામાં આવી રહી છે વોચ.