સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામે રહેતા પિયર ધરાવતી અને કચ્છ જિલ્લાના રામપુરા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. જે વેકેશન હોવાથી પિયર બિલીયા મુકામે પિતાના ઘરે આવીને કોઈ અગમ્ય કારણોસર એસિડ પી જતા મોત નીપજ્યું હતું.
બિલીયા ગામે રહેતા દશરથભાઈ શંકરભાઇ પટેલને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે જેમની સૌથી મોટી દીકરી રશ્મિકાને તાવડીયા ગામે પરણાવેલ હતી અને તેના સાસરે રહેતી હતી અને તેને ચાર વર્ષ નો બાબો છે તે કચ્છ જિલ્લાના રામપુરા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. અત્યારે શાળમાં ઉનાળુ વેકેશન હોવાથી રશ્મિકાબેન અને તેમનો દીકરો ૦૬ મેના રોજ તેમના પિતાના ઘરે સવારે ૭-૦૦ વાગ્યાના સુમારે બિલીયા મુકામે મળવા આવ્યા હતા.
એજ દિવસે સાંજે ઘરના સભ્યો વાડામાં ભેંસો દોવા ગયા હતા તે દરમિયાન રશ્મિકાબેને અગમ્ય કારણો સર એસિડ પીજતા ઉલ્ટીઓ કરવા લાગ્યા ત્યારે મોહલ્લા વાસીઓએ રશ્મિકાબેન ને ઉલ્ટીઓ કરતા જોતા તેમના પિતા દશરથભાઈ ને જાણ કરતા તેઓએ આવીને તાત્કાલિક રશ્મિકાબેનને લાઈફલાઈન હોસ્પિટલ મહેસાણા ખાતે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે મોતને ભેટી હતી.