અકવાડા ગામેથી દેશી દારૂ અને આથાનો મસમોટો જથ્થો ઝડપાયો

804
bvn1812018-3.jpg

શહેરના અકવાડા ખાતે રહેણાંકી મકાનમાં ઘોઘારોડ પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી દેશી દારૂ અને આથાનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રો.પો.સ.ઈ. આર.એચ. બાર તથા એએસઆઈ સોમાભાઈ લખમણભાઈ, પો.કોન્સ. ઉપેન્દ્રભાઈ હરેશભાઈ વિ. પો. સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી આધારે અકવાડા રહેતા કનુભાઈ ઉકાભાઈ દે.પૂ.ના રહેણાંકી મકાને રેડ કરતા તેના છાપરામાંથી દેશી દારૂ લી. ર૦૦ કિ.રૂા.૪૦૦૦ તથા આથો લીટર ર૦૦૦ કિ.રૂા.૪૦૦૦નો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ.

Previous articleસફાઈ કામદારોના પ્રશ્ને આંદોલન
Next articleગઢેચી વડલાના નાળા નીચે જુગાર રમતા છ પત્તાબાઝને ઝડપી લીધા