કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી આજે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાના મામલે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, અરજીકર્તાને રાહુલ ગાંધીની નાગરિકતા વિષે ક્યારે ખબર પડી? સાથે કોર્ટે કહ્યું કે, કોઈ એક વ્યક્તિ એક કાગળ ઉપર એવું જણાવે કે સંબંધિત વ્યક્તિ બ્રિટિશ નાગરિક છે, તેનો મતલબ એવો નથી કે તે બ્રિટિશ નાગરિક બની જાય!આ અરજીકર્તાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા માંગે છે. આ તર્ક મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોણ એવું છે દેશના વડાપ્રધાન બનવા નથી ઇચ્છતું? દેશના ૧૩૦ કરોડ લોકોમાંથી પ્રત્યેક વ્યક્તિ વડાપ્રધાન બનવા માંગે છે.
પિટિશનકર્તાએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા માંગે છે. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશના વડાપ્રધાન બનવા કોણ નથી માંગતું. દેશના ૧૩૦ કરોડ લોકોમાં દરેક વડાપ્રધાન બનવા માંગે છે.
જણાવી દઈએ કે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીની નોટિસ પાઠવી ૧૫ દિવસમાં જવાબ માંગ્યો છે. ભાજપના સાંસદે કહ્યું હતું કે બ્રિટિશ નાગરિકતા હોવાના કારણે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે એક કંપનીના દસ્તાવેજમાં તેમની નાગરિકાત ઘોષિત કરવામાં આવી છે, જેના પર તમે સાચા તથ્યો આપો. રાહુલ ઉત્તર પ્રદેશના અમેઠી અને કેરળના વાયનાડ સંસદીય મતદારક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે.