વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની વચ્ચે વાકયુદ્ધ સતત વધી ગયું છે. પશ્ચિમ બંગાળમાં તાબડતોડ રેલીઓ દ્વારા લોકસભાની સાથો સાથ વિધાનસભા ચૂંટણીની જમીન તૈયાર કરી રહેલા પીએમ મોદીએ એકવખત ફરીથી મમતા બેનર્જી પર નિશાન સાંધ્યું. પુરૂલિયામાં એક જનસભામાં પીએમ બોલ્યા કે કોઇએ કહ્યું કે દીદી (મમતા) મને થપ્પડ મારવા માંગે છે. દીદી.ઓ મમતા દીદી હું તો તમને દીદી કહું છું તમારો આદર કરું છું.તમારી થપ્પડ તો મારા માટે આશીર્વાદ બની જશે એ પણ ખાય લઇશ. મમતા પાકિસ્તાનના ઇમરાન ખાનને ભારતના વડાપ્રધાન માને છે.
મા, માટી અને માનુષ દ્વારા મમતા પર વરસતા પીએમે કહ્યું કે મા, માટી અને માનુષની વાત કરીને દીદીએ તમે બધાના વોટ લીધા. પરંતુ આજે પશ્ચિમ બંગાળની શું સ્થિતિ છે? માતા પોતાના સંતાનોની સાથે સુરક્ષા માટે પરેશાન છે. માટી, લોકતંત્ર પ્રેમી નિર્દોષ નાગરિકોના લોહીથી લાલ રંગમાં રંગાયા છે અને માનુષ ડરના પડછાયામાં જીવવા મજબૂર છે.
શું તમે આ દિવસ માટે દીદીને પસંદ કર્યા હતા.
થપ્પડવાળા નિવેદન પર મમતાને ઘેરતા પીએમે કહ્યું કે પરંતુ એમ પણ કહીશ કે જો તમે તમારા એ સાથીઓને થપ્પડ મારવાનું દમ દેખાડ્યું હોત, જેને ચિટકાંડના નામ પર ગરીબોની કમાણી લૂંટી લીધી, તો તમને એટલો ડર ના લાગત. જો તમે એ ટોળાબાજોને થપ્પડ માર્યા હોય તો આજે ટ્રિપલ ્ (તૃણમૂલ ટોળાબાજ ટેક્સ)નો દાગ તમારા પર ના લાગત.
પીએમે કહ્યું કે ગરીબોનું જીવન સરળ બનાવું, તેમને પોતાના પાક્કા ઘર મળ્યા, રાંધણ ગેસનું કનેકશન મળ્યું, વીજળી મળી, અને શૌચાલય મળ્યા. તેના માટે તમારો આ સેવક દિવસ રાત કામ કરી રહ્યો છે. પુરુલિયાના લોકોને આકર્ષતા મોદીએ કહ્યું કે પુરુલિયામાં સંપદાની કમી નથી. તમે કાળા સોના પર બેઠા છો. પરંતુ અત્યાર સુધી જે પણ સરકારો રહી છે, તેમણે અહીં કોલસા માફિયાને ઉભા કરી દીધા છે. તૃણમૂલવાળાઓએ તો માફિયાને જ સરકારનો હિસ્સો બનાવી દીધા છે. અમે તેને ખત્મ કરવા માંગીએ છીએ અને તેના માટે અમને એક વખત તક આપો.
મમતા સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે રોડ, રસ્તા, રેલવે, હવાઇ જહાજ દ્વારા કનેક્ટિવિટી પર અમે ખાસ જોર આપ્યું છે. પરંતુ એ દુર્ભાગ્ય છે કે અહીંની સરકારના કુશાસનના લીધે કેન્દ્રની યોજનાઓ એ ગતિથી અહીં લાગૂ થઇ નથી, જે ગતિથી થવી જોઇએ.
પુરુલિયા રેલીમાં મોદી સરકાર ફરીથી બનવાનો દાવો કરતાં પીએમે કહ્યું કે જે રીતે તમે દીદીની સત્તાના વિરોધમાં ઉભા થયો છે, તેના લીધી દીદીના પગતળેથી જમીન ખસી ગઇ છે. હું તમને બધાને આશ્વાસન આપું છું કે ભાજપનો એક-એક કાર્યકર્તા તમારી સાથે છે, આખો દેશ તમારી સાથે છે.