શહેરના ઈંગ્લીશ અને દેશી દારૂ માટે જાણીતા એવા કુખ્યાત આડોડીયાવાસ વિસ્તારના રહેણાંકી મકાનમાં ઘોઘારોડ પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો ઝડપી લીધી હતી. જ્યારે રેડ દરમ્યાન મહિલા બુટલેગર નાસી છુટી હતી.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આચાર્યના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના એ.એસ.આઇ એચ.એ.સોલંકી, પો.કોન્સ ખેંગારસિંહ ચંદુભા, જયેન્દ્રસિંહ સહદેવસિંહ, ઇમ્તીયાઝખાન પઠાણ, ફારૂકભાઇ મહીડા વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન ફારૂકભાઇ મહીડાને મળેલ બાતમી આધારે આડોડીયાવાસમાં રહેતા મુન્નીબેન દીપકભાઇ રાઠોડના રહેણાંક મકાને રેઇડ કરતા તેના છાપરામાંથી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૦૭ કિ.રૂ.૨૧૦૦/- તથા ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૦ કિ.રૂ.૩૭૫૦/- મળી કુલ રૂ.૫૮૫૦/- નો મુદામાલ મળી આવતા મજકુર વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ છે.