બોટાદ જીલ્લાના રાણપુરની પોસ્ટ ઓફીસ છેલ્લા ચારેક વર્ષ પહેલા નવા ભાડાના મકાનમાં શીફ્ટ થઈ છે.પણ આ જગ્યા ઉપરના માળે હોવાથી લોકોને ખુબજ અગવડતા અને મુશ્કેલી પડી રહી છે.વર્ષો પહેલા રાણપુરના ગીબરોડ ઉપર આ પોસ્ટ ઓફીસ ભાડાથી ચાલતી હતી જેને ખાલી કરાવ્યા બાદ આ પોસ્ટ ઓફીસ ગામના ખુણે ઉપરના માળે ફેરવવામાં આવેલ છે જ્યા ઉપર ચડવા માટે સારા પગથીયા નથી સીધા ચડાણ હોવાથી અશક્ત,સિનીયર સીટીઝન,બાળકો ને કામકાજ અંગે ભારે મુશ્કેલી અને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે આ પોસ્ટ ઓફીસને તાત્કાલિક ખાલી કરી નીચેના વિસ્તારમાં ફેરવવામાં આવે તેવુ રાણપુર તથા રાણપુર તાલુકાના લોકોની માંગણી છે.