બાબરા તાલુકા ના ખંભાળા ગામ નજીક નદી ના પુલ નીચે થી આજે સવારે જામબરવાળા ગામ ના દલિત યુવાન ની લાશ મળવા પામતા બનાવ અંગે મોડી સાંજ સુધી તર્કવિતર્ક વચ્ચે યુવક ના પિતા દ્વારા પોલીસ માં બનાવ અંગે વિધિવત જાહેરાત કરતા બનાવ ઉપર થી પરદો ઉચકાયા નું માલુમ પડે છે
નજીક ના જામબરવાળા ગામ નો શ્રમિક યુવાન અરવિંદ ઉર્ફે જીગો વિરાભાઈ પરમાર ઉવ ૨૩ આજે સવારે ખંભાળા ગામ નદી ના પુલ નીચે મૃત હાલત માં પડ્યો હોવાની પોલીસ માં જાણ કરવા માં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી જઈ અને પ્રાથમિક તપાસ બાદ મૃતક ની લાશ બાબરા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં પી એમ માટે ખસેડવા વ્યવસ્થા હાથ ધરી અને મૃત યુવક ના કુટુંબી ને જાણ કરવા માં આવી હતી યુવક ના પિતા દ્વારા પોલીસ માં મોડી સાંજે જાહેરાત આપી જણાવ્યું હતું કે તેમના પુત્ર ને દારૂ પીવા ની અતિશય ટેવ હોવાથી રાત્રી ના ૧૨ વાગ્યા નજીક ના સમયે ખંભાળા ગામે નશા ની હાલત માં પુલ ઉપર થી નીચે પડી જતા માથા ના ભાગે પથ્થર ની ઇજા થવા થી મોત થયું છે બનાવ અંગે ની જીણભરી તપાસ અને સ્થળ નિર્દેશન માટે નાયબ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત ની ટીમ બાબરા દોડી આવી આવી હતી પી.એમ કરનાર તબીબ ના જણાવ્યા મુજબ યુવક ના શરીર ઉપર અન્ય કોઈ ઈજા ના નિશાન મળી આવેલ નથી માત્ર માથા ના ભાગે પથ્થર ઇજા જોવા મળી છે સમગ્ર બનાવ અંગે બીટ જમાદાર નવઘણ સીઘવ તપાસ હાથ ધરી છે