બાબરા ખાનગી શાળા માં ધોરણ ૧૨ સાઈન્સ માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી જીલ્લા પ્રથમ આવતા શાળા અને પરિવાર નું ગૌરવ વધારી અને ઉચ્ચ અભ્યાસ માટે તન તોડ મહેનત સાથે અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા ની પોતાની ઈચ્છા પરિવાર સમક્ષ રાખતા નાના ખેડૂત પરિવારે પોતાના વ્હાલસોયા પુત્ર ના અભ્યાસ માટે જમીન જાયદાદ વેચી ને પણ તેનું સપનું પુરૂ કરવા માતા પિતા એ મહેચ્છા દર્શાવી હતી
મૂળ લીલીયા તાલુકા ના એકલેરા ગામે રહેતા ખેડૂત પોતાના પુત્ર ને બાબરા ની ગેલાણી વિદ્યા ભવન માં અભ્યાસ કરાવી રહ્યા છે અને શાળા ના જ હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થી
કૌશિક હરેશભાઈ ગોગદાની ધોરણ ૧૨ સાઈન્સ માં એવન ગ્રેડ તથા ૯૯.૯૫ સમગ્ર અમરેલી જિલ્લા માં પ્રથમ પ્રથમ આવ્યો છે તેમના જુદા જુદા વિષયો ઉપર નજર કરીયે તો ગણિત માં ૧૦૦ ભૌતિક વિજ્ઞાન ૯૮ રસાયણ વિજ્ઞાન ૯૨ સહિત વિશેષ ઉપલબ્ધી ગુજકેટ ૯૯.૬૬ ત્નીી ૯૬.૦૩ સાથે ઉણીત્ત થયો છે
નાના ખેડૂત પરિવાર ની પુત્ર વિદ્યાર્થી તરીકે અગાઉ ધો.૧૦ માં ગુજરાત રાજ્યમાં પાંચમાં સ્થાને જળકી ચુક્યો છે.