જલસેવા ગ્રાહક ધિરાણ સહકારી મંડળીનાં નિવૃત્ત થતા કર્મચારીઓનો વિદાય સમારોહ

542

તાજેતરમાં પાણી પુરવઠા બોર્ડમાં કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ભાવનગર ખાતે સનીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં કૃષ્ણદેવસિંહ વી. રાઠોડ (પાલીતાણા) જુ.ક્લાર્ક કે.જે.કબીર (ઉમરાળા) તથા વર્ક આસિ. લકુમભાઇ (શિહોર) વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાયમાન સમારોહ યોજાયેલ.

પ્રારંભમાં ઉપસ્થિત સૌનું શબ્દ પુષ્પો વડે સ્વાગત પાલીતાણા પેટા કચેરીના ઇષિતા પટેલ, દ્વારા કરવામાં આવેલ.

આ પ્રસંગે પી.બી.પટેલ, અધિક્ષક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વર્તુળ, ભાવનગરે સુકન રૂપે શ્રીફળ સાકરનો પડો, સોલ, સ્મૃતિચિહ્ન એનાયત કરી કહેલ કે નિવૃત્ત થતા કર્મચારીઓને એ જલસેવાને આવશ્યક સેવા ગણી સમય, સંજોગ અને પરિસ્થિતિમાં અટલ, અડોલ, અથક બની સેવા બજાવવા બદલ સન્માનીત કરેલ.

એચ.સી.ચૌહાણ, કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, બોટાદ અને કે.કે.બોદર, કાર્યપાલક ઇજનેર, ભાવનગર યાંત્રિક વિભાગના યુધ તથા નાયબ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ભાવનગર, વલ્લભીપુર, તળાજા, શિહોર, ઉમરાળા, બરવાળા, બોટાદ, પાલીતાણાના અધિકારી, કર્મચારીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.

આ પ્રસંગે નિવૃત્ત થતા કર્મચારીઓએ જલસેવામાં યોગદાન આપવા બદલ દરેક કર્મચારીઓએ સન્માનીત કરવા બદલ આભાર વ્યક્ત કરેલ.

Previous articleસણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ ઉજવાયો
Next articleરવેચીધામ પાસે ગ્રીનસીટીના અનેક વૃક્ષોને માટીના ઢગલાંથી સરકારે બુરી દીધા..!!