જાફરાબાદમાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રાએ એકતાનું સ્વરૂપ ધારણ કર્યું

705

જાફરાબાદમાં પરશુરામ જન્મોત્સવમાં આ વખતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો કુટુંબ સહિત જોડાયા હતા. ગામના દરેક જ્ઞાતિના માણસો અને બહેનો તેમજ ખાસ કરીને મુસ્લિમ ભાઇઓ પણ શોભાયાત્રામાં જોડાતા એકતાનું વાતાવરણ ઉભું થયું હતું. શોભાયાત્રા નાચતા, ગાતા, રાસ લેતા આખા ગામમાં ફરી ટાવરચોકમાં ધર્મસભાના રૂપમાં ફેરવાઇ હતી. રાત્રે સૌ બ્રાહ્મણ ભાઇ-બહેનોએ ચોર્યાશીમાં હાજરી આપી સમુહ ભોજનનો લાભ લીધેલ. જાફરાબાદનાં ઇતિહાસમાં પહેલીવાર આવડી મોટી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા નીકળતા બ્રાહ્મણોએ આનંદ સાથે સૌનો શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જાફરાબાદ સમસ્ત બ્રહ્મસમાજ તેમજ ભૂદેવ ગ્રુપના યુવાનોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.

Previous articleહિંદુ સંસ્કૃતિ ટકાવવા દરેકની ફરજ : શાસ્ત્રી યજ્ઞેશભાઇ ઓઝા
Next articleઅંબિકા આશ્રમે મોરારિબાપુના હસ્તે પ્રતાપભાઇ વરૂનું સન્માન