પ્રક્રૃતિના ખોલે બિરાજમાન ભગવાન તુલસીશ્યામ ધામે હજ્જારો ધર્મપ્રેમી જનતાને રોટલો અને ઓટલો મળી રહી છે. ટ્રસ્ટી પ્રતાપભાઇ વરૂને મોરારિબાપુ દ્વારા સાંગાણા રમજુબાપુના આશ્રમે એવોર્ડ અર્પણ કરેલો.
રાજુલા, જાફરાબાદ પંથકમાં હજુ રજવાડું અસ્તિત્વમાં છે. કારણ કે જેમ પહેલાના સમયમાં રાજા પ્રજાની પડખે ઉભા રહેતા તેમ આજે પણ જાફરાબાદના નાગેશ્રી ખાતે પ્રતાપભાઇ વરૂ છે તેનું આજે સન્માન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામની જગ્યાના ટ્રસ્ટી પ્રતાપભાઇ વરૂએ આ યાત્રાધામને ભવ્ય રીતે વિકાસ કરી આખા સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના શ્રદ્ધાળુઓ અહીં આવે છે. જેને રોટલો અને ઓટલો બંનેની સુવિધા અહીં મળી રહે છે.
તો રાજાલુ જાફરાબાદની કોઇ ગરીબ જનતા હોય કે કોઇ બેન દીકરી હોય તેને ગમે તેવી મુશ્કેલી હોય હંમેશા તેની સાથે રહે છે અને ગમે તેવા ચમરબંધી સામે પોતે આગળ આવી એક અડધી રાતનાં હોંકારા સમાન સેવાઓ કરી રહ્યા છે.
આજરોજ અંબિકા આશ્રમ ચેરીબેટલ ટ્રસ્ટ નવા સાંગાણા ખાતે મોરારિબાપુ અને રમજુબાપુ દ્વારા સન્માન સાથે એવોર્ડ અર્પણ કરાયો હતો.